Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ : 7 થી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત..

Share

ખેડા જિલ્લાના નડિયાદમાં આજે એક જ કુટુંબના બે પિતરાઈ ભાઈઓ સામસામે આવી જતાં મામલો બિચક્યો છે. બે જૂથ વચ્ચે સામસામે ભારે પથ્થર મારો થતાં વાતાવરણ તંગદિલી ભર્યું સર્જાયું છે. ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં 7 વ્યક્તિઓને ઈજાઓ થઈ છે. પોલીસે ઈજાગ્રસ્તો અને બન્ને પક્ષના લોકોના નિવેદનો લેવાની કામગીરી હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે.

નડિયાદ પશ્ચિમમાં પીજ રોડ નજીક આવેલ ટેલીફોન એક્ષચેન્જ સામેના રાજીવ નગરમાં ગુરુવારની સવારે કોઈ બાબતને લઈ ભારે પથ્થરમારો થયો છે. અહીંયા રહેતા ભરવાડ જ્ઞાતિના બે પિતરાઈ ભાઈઓના જૂથો વચ્ચે કોઈ તકરારને લઈ મામલો બિચક્યો હતો. જે બાદ આક્રોશમાં આવેલા લોકોએ અહીંયા સામસામે પથ્થરમારો કર્યો હતો. જેના કારણે 7 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ છે. જ્યારે 3 થી વધુ વાહનોને નુકશાન પહોંચ્યું છે. આ ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસને થતાં પોલીસ પણ બનાવ સ્થળે દોડી આવી સ્થિતિને સંભાળી લીધી છે. ઘવાયેલા વ્યક્તિઓને નડિયાદ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કાળુભાઈ કરસનભાઈ ભરવાડ, નવઘણ કાળાભાઈ ભરવાડ, કમાભાઈ કરસનભાઈ ભરવાડ, ખેંગાર કાળાભાઈ ભરવાડ, ભુરાભાઈ કાળાભાઈ ભરવાડ તમામને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે રખુબેન રત્નાભાઈ ભરવાડ અને નાની બાળકી શિવાની દેવસિંહભાઈ ભરવાડને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે.

Advertisement

આ વિસ્તારમાં વાતાવરણ ડહોળાતાં આસપાસ રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિક પોલીસે બન્ને પક્ષના નિવેદનો લેવાની કામગીરી હાથ ધરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી દીધી છે. ઇજાગ્રસ્તોના જણાવ્યા મુજબ ગતરાત્રે શહેરમાં તળાવમાંથી માટી કાઢવાની બાબતમાં તકરાર થઇ હતી. જે બાબતે સમાધાન પણ થઈ ગયું હતું પરંતુ બીજા દિવસે સવારે એકાએક આ જૂથ અથડામણ થતાં મામલો બિચક્યો છે.


Share

Related posts

ટાઇગર શ્રોફનો ‘બાગી’ ફ્રેન્ચાઇઝનો ચાહક સુપરમેન બન્યો – રમુજી વિડિઓ જુઓ! જ્યારે બોલિવૂડ મેટ્રોપોલિસ પહોંચ્યો: સુપરમેનના હિન્દી ડબમાં ‘બાગી’નો ઉલ્લેખ છે

ProudOfGujarat

ભરૂચ – સીતપોણથી ટંકારીયા માર્ગ પર રીક્ષાઓમાં દારૂનો જથ્થો લઈ જતા ચાર ઈસમોને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

ભરૂચ : માછીમારી સમાજ દ્વારા વિવિધ માંગો સાથે લોક અધિકાર યાત્રા યોજી કલેકટરને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!