Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના અરેરાના શખ્સને ચેક રિટર્ન કેસમાં કોર્ટે દોઢ વર્ષની સજા ફટકારી

Share

નડિયાદ તાલુકાના અરેરાના ઈસમને ચેક રિટર્ન કેસમાં નડિયાદ કોર્ટે દોઢ વર્ષની સાદી કેદની સજા તેમજ રૂપિયા 8 લાખ ફરિયાદીને વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો છે.

​​​​​​​નડિયાદમાં સિવિલ રોડ પર રહેતા વિપુલભાઈ વર્મા વેપારી છે તેમની મિત્રતા નડિયાદ તાલુકાના અરેરામાં રહેતા રૂપાભાઈ જુગાભાઈ સોઢા સાથે થઈ ગઈ હતી. જેથી બંને વચ્ચે સંબંધ મજબૂત બન્યા હતા. આ રૂપાભાઈને પોતાની જમીન ગીરો આપવાની હોય તેમણે વિપુલભાઈને જણાવ્યું હતુ. જેથી વિપુલભાઈએ આ જમીન ગિરો લેવા માટે તૈયારી બતાવતા રૂપાભાઈએ રૂપિયા 4 લાખ લઈ વિપુલભાઈને ગીરો કરાર કરી આપ્યો હતો.

Advertisement

જોકે બાદમાં રૂપાભાઈને પરિવારમાં લગ્ન પ્રસંગ હોય બીજા ચાર લાખ પણ લીધા હતા આમ કુલ આઠ લાખ રૂપિયા લીધા હતા. રૂપિયા લીધા બાદ પણ જમીનનો કબજો આપ્યો ન હતો જેથી વિપુલભાઈએ આપેલા રૂપિયા પરત માગતા રૂપાભાઈએ ચેક લખી આપ્યો હતો આ ચેક વિપુલભાઈ વર્માએ બેંકમાં ભરતા ઓછા બેલેન્સના કારણે રૂપિયા 8 લાખનો ચેક પરત ફર્યો હતો, જેથી વિપુલભાઈએ પોતાના વકીલ મારફતે નોટિસ ફટકારી હતી. પરંતુ નોટિસનો કોઈ સંતોષકારક જવાબ ના મળતા વિપુલભાઈ વર્માએ નડિયાદ કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ 138 મુજબ રૂપાભાઈ સોઢા સામે કેસ દાખલ કર્યો હતો આ કેસ ચાલતા વિપુલભાઈના વકીલ ટી. એન. મીરજાએ કરેલી દલીલો તેમજ પુરાવાને ધ્યાનમાં રાખી કોર્ટે આરોપી રૂપાભાઈ જુગાભાઈ સોઢાને દોઢ વર્ષની સાદી કેદની સજા તેમજ રૂપિયા 8 લાખ જે વળતર તરીકે ફરિયાદી વિપુલભાઈ વર્માને ચૂકવવા હુકમ કર્યો છે.


Share

Related posts

વડોદરાના રેસકોર્સમાં નવી બનતી ઇમારતની માટી ધસી પડતાં શ્રમજીવીઓ દબાયા

ProudOfGujarat

દમણના બાર માં જલસા કરતો ઝડપાયો ગુજરાત પોલીસ ની જાસૂસી કાંડ નો આરોપી,પરેશ ઉર્ફે ચકા ના ચર્ચાઓનો ચૂંટણી પહેલા જેલમાં આવ્યો અંત

ProudOfGujarat

અંકલેશ્વરના જૂના ને.હા. સ્થિત નવનિર્મિત ફલાય ઓવર બ્રિજની નીચેની સાઈડમાં વોચમેનનો મૃતદેહ મળી આવતા પોલીસે તેના મૃત્યુ પાછળનું કારણ શોધવાની કવાયત હાથ ધરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!