Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કપડવંજના તોરમાં ગામે થેપલાનો ઓર્ડર આપવાના બહાને ૭.૫૫ લાખની છેતરપિંડી કરી

Share

કપડવંજના તોરણાની આધેડ મહિલા સાથે મહેમદાવાદના બે યુવકોએ પ્લેનમાં થેપલાનો ઓર્ડર અપાવવાનું કહી રૂ ૭.૫૫ લાખની છેતરપિંડી કરી છે. ચાર માસ અગાઉ દંપતિ મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરમાં દર્શને જતા પરિચયમાં આવતા મોબાઇલ નંબરની આપલે કરી હતી. દરમિયાન એક યુવકે કોન્ટ્રાકટર અને બીજાએ જનરલ મેનેજર તરીકેની ઓળખ આપી ખોટા ઓર્ડર બનાવી છેતરપિંડી આચરી છે. આ સમગ્ર બનાવ અંગે કપડવંજ રૂરલ પોલીસે ગુનો નોંધાયો છે.

કપડવંજ શહેરના તોરણા તરપોજમાં રહેતા આધેડ મહિલા અને તેના પતિ તા.૫ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરે દર્શન કરી મંદિરની બહાર બેઠા હતા તે સમયે એક ઇસમ આવી ક્યાંથી આવો છો, શું કામકાજ કરો છો કહી વાતચીત કરી હતી. અને પોતાનો પરિચય આપી તેનુ નામ ધવલ હરસુરા રહે,પૃથ્વી કોમપ્લેક્ષ મહેમદાવાદ જણાવી અમદાવાદ ખાતે પ્લેનમાં થેપલાના કોન્ટ્રાકટર તેમજ અલગ કોન્ટ્રાકટરના ઓર્ડર આપવાનું કામ કરતા હોવાનું જણાવ્યુ હતુ. દરમિયાન બન્ને વચ્ચે મોબાઇલના નંબરોની આપ-લે થતા વીસ દિવસ બાદ ધવલ અને તેની સાથે મહંમદખાલીદરજા તોરણા ગયા હતા. જ્યા મહંમદખાલીદરજાની ઓળખ અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેજર તરીકે આપી સ્પાઇસજેટમાં થેપલાનો ઓર્ડર રૂ ૬.૫૭ લાખનો પાસ કર્યો હોવાનું જણાવી રૂ ૧૦ લાખની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. દરમિયાન મહંમદખાલીદરજા અને ધવલે મોબાઇલમાં ઓર્ડર બતાવી અલગ અલગ તારીખે કુલ રૂ ૭.૫૫ લાખ મેળવ્યા હતા. ત્યારબાદ ઘણા દિવસો વીતી જતા ઓર્ડરના કોન્ટ્રાકટ કોઈ જવાબ ન આપતા ન આખરે આધેડ મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ધવલ ધીરૂભાઇ હરસુરા અને મહંમદખાલીદરજા મંજૂરઆલમરઝવી મલેક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી  છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

માંગરોળ તાલુકાના ઝંખવાવની શ્રી ક્રિષ્ના વિદ્યાલય ખાતે ૭ મો ‘વાર્ષિક મહોત્સવ’ ઉજવાયો.

ProudOfGujarat

નડિયાદ : ખોડીયાર ચોકડી પાસે કારની ટક્કરે પોલીસ કોન્સ્ટેબલનુ મોત.

ProudOfGujarat

अमेज़ॅन प्राइम वीडियो की नई प्राइम ओरिजिनल श्रृंखला “कॉमिकस्टान” के साथ आने वाले दिन होंगे हँसी से भरपूर, 13 जुलाई को होगा लॉन्च!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!