Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના ટ્રાવેલ્સ એજન્ટને અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવો ભારે પડ્યો

Share

નડિયાદ શહેરમાં કિડની હોસ્પિટલ સામે શ્રીગય સોસાયટીમાં રહેતા ૩૨ વર્ષીય જલ્પેશ દિલીપકુમાર ઠક્કર જે વડોદરામાં ટ્રાવેલ એજન્સીનો  છે. ગત ૨૩ માર્ચના રોજ તેમના મોબાઈલ ફોન પર અજાણા નંબર પરથી વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો જેમાં સામેવાળી વ્યક્તિએ જણાવ્યું કે ગોવાનું પેકેજ કરવાનું છે તેમ કહી કોટેશન મંગાવ્યું હતું. જલ્પેશભાઈએ આ કોટેશન મોકલી આપ્યું હતું. શનિવારના કારણે બેંકમાં ટ્રાન્સફર થઈ શકે તેમ નથી સામેવાળી વ્યક્તિએ આ નાણાં આંગડીયા મારફતે મોકલી આપવાનું કહ્યું હતું. જેથી જલ્પેશભાઈ પોતાનુ નામ અને મોબાઈલ નંબર આપ્યો હતો. ત્યારબાદ બીજા નંબર પરથી જલ્પેશભાઈને ફોન આવ્યો હતો જે વ્યક્તિએ પોતાની ઓળખાણ નડિયાદમા આવેલ અમદાવાદી બજારમાં રિધ્ધિ સિધ્ધિ
કોમ્પલેક્ષમા કનુભાઈ કાંતિલાલ પટેલની કંપનીમાથી બોલે છુ.  તમારૂ આગળીયાનુ પાર્સલ આવ્યું છે અને તેમાં કુલ રૂપિયા ૧ લાખ ૯૪ હજાર ૭૭૫ છે. પરંતુ હાલમાં અમારી પાસે રોકડ રૂપિયા હાજર  તમે બપોરના એક વાગ્યા પછી અહીંયા રૂબરૂ આવી મેળવી લેજો તેમ કહ્યું હતું. જોકે આ પછી ઉપરોક્ત નંબરવાળાએ ફરી પાછો ફોન કરી જલ્પેશભાઈને જણાવ્યું કે, મે આંગળીયા પેઢીમાં ભૂલથી વધારે નાણાં મોકલ્યા છે. જેથી બાકીના નાણાં મને ઓનલાઇન ટ્રાન્સફર કરી દો મારા સાળાના એકાઉન્ટ પર જેથી બે વખત અલગ અલગ રીતે જલ્પેશભાઈએ પોતાના એકાઉન્ટમાથી ઉપરોક્ત એકાઉન્ટમા
કુલ રૂપિયા ૬૭ હજાર ૬૬૪ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. બપોરના દોઢ વાગ્યે આગળિયા પેઢીમાંથી ફોન આવેલો અને નાણાં લેવા માટે બોલાવ્યા ત્યાં પહોંચી જલ્પેશભાઈએ જોયું તો દુકાન હતી પણ દુકાનને તાળા  હતા. આવેલા નંબર પર વાત કરી તો કહ્યું કે હું થોડી વારમાં આવું છું.  લાંબા સમય બાદ પણ ન આવતાં અંતે જલ્પેશભાઈએ તપાસ કરી તો આ નામની દુકાન છેલ્લા દસ વર્ષથી બંધ હોવાનું જાણવા મળ્યું હતું. ફરી આવેલા નંબર પર જલ્પેશભાઈએ ફોન કરતાં બંન્ને નંબર સ્વિચ ઓફ  બોલતાં હતાં. આમ જલ્પેશભાઈને પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થતાં સમગ્ર મામલે જે તે સમયે સાયબર હેલ્પ લાઇન નંબર પર અને આજે નડિયાદ ટાઉન પોલીસમાં આ બાબતે બે અજાણ્યા મોબાઈલ ધારકો સામે ફરિયાદ નોંધાવી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાનાં કુકરવાડા વિસ્તારમાં ગણેશ વિસર્જનનાં દિવસે એકસપ્રેસ હાઈવેની કામગીરીનાં સ્થળે થયેલ મારામારીનો વિડીયો વાઇરલ થયો.

ProudOfGujarat

સુરત શહેર નાં વિવિધ વિસ્તારો માં થતા વાહનો ચાલકો ને પગલે પોલીસે આ અગે ચેકીંગ હાથ ધરતા ૩૬ લાખ નો દંડ વાહન ચાકલો પાસે થી પોલીસે વસુલ કર્યો છે

ProudOfGujarat

આમોદ તાલુકાના ઇખર ગામની એમ. એમ. હાઈસ્કુલનું ગૌરવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!