Proud of Gujarat
FeaturedGujaratINDIA

સેવાલિયા પોલીસ જાપ્તામાંથી ભાગેલા આરોપીને હરિયાણામાંથી ઝડપી પાડતી નડિયાદ એલ.સી.બી. ની ટીમ.

Share

નડિયાદના સેવાલિયા ખાતે 1 વર્ષ પહેલા ચણાના ભુસાની આડ માં આઇસર ગાડી માં રૂપિયા પાંચ લાખથી વધુના વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતા આરોપી મંજીત રાધેશ્યામ પ્યારેલાલ ધાનક રહે. રામપુરા તાલુકો જીલ્લો હરિયાણાને પોલીસે વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂ 5,63, 400-/ તેમજ આઇસર ગાડી અને અંગજડતી સહિત કુલ રૂ 7,76,800/- ના મુદ્દામાલ સાથે સાવલી પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હોય જે આરોપી કસ્ટડી અને રિમાન્ડ બાદ હરિયાણાથી પરત ફરતા હોય તે સમયે શામળાજી પાસે ભવનપુરાની સીમમાં આવતા આરોપીને વામીટ થતી હોય તેવું બહાનું કરી ગાડી ઉભી રખાવી પોલીસને ચકમો આપી અંધારાનો લાભ લઇ પોલીસ જાપ્તામાંથી નાસી છૂટવા માટે સફળ રહ્યો હોય, તાજેતરમાં ખેડા નડિયાદની સ્થાનિક પોલીસને હેડ કોન્સ્ટેબલ મહેશભાઈને બાતમી મળેલ હોય કે આ ભાગેડુ આરોપી હરિયાણા રાજ્યના રામપુરા તાલુકો હાંસી જીલ્લો હીસાર ખાતે હોવાની માહિતી મળતા એલસીબી પી.આઈ એ.વી પરમારના માર્ગદર્શન હેઠળ આ ભાગેડુ આરોપીના ઘરે તપાસ કરતા તેને હરિયાણા ખાતેથી નડિયાદ એલસીબીની ટીમે ઝડપી પાડયો છે. સેવાલિયાના પ્રોહિબિટેડ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

રાજપીપળા શહેરમાં ભારે/મોટા વાહનોનાં પ્રવેશ ઉપર પ્રતિબંધ : વાહનો બાયપાસ કરવાનું ફરમાન.

ProudOfGujarat

અમદાવાદ-પેટ્રોલ ડીઝલના ભાવ આજે ફરી વધ્યા પેટ્રોલમાં 18 પૈસા,ડિઝલમાં 22 પૈસા ભાવ વધારો-આજે પેટ્રોલ રૂ.82.50 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 80.09 પ્રતિ લીટર થયું..

ProudOfGujarat

સત્તાનું તાલુકા કક્ષા સુધી શક્ય તેટલું વિકેન્દ્રીકરણ કરી લોકો વચ્ચે સમિપતા વધારવાનો નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે બેસાડયો દાખલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!