Proud of Gujarat
FeaturedGujaratINDIA

હિમાચલ પ્રદેશના સાંસદ ઇન્દુબાલા ગોસ્વામીએ નડિયાદ સંતરામ મંદિરે સમાધિ સ્થાન અને ગુરુગાદીના દર્શન કર્યા

Share

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નવ વર્ષના  સુશાશનની ઉપલબ્ધીઓને જન જન સુધી પહોંચાડવાના ભાગરૂપે જન સંપર્ક અભિયાન અંતર્ગત હિમાચલ પ્રદેશના રાજ્યસભાના સાંસદ ઇન્દુબાલા ગોસ્વામીએ નડિયાદના સંતરામ મંદીરની મુલાકાત લઇ સમાધિ સ્થાન અને ગુરુગાદીના દર્શન કરી   ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે તેમની સાથે ખેડા જિલ્લા ભાજપના મહામંત્રીઓ અપૂર્વભાઈ પટેલ, અમિતભાઇ ડાભી, રાજેશભાઇ પટેલ વગેરે અગ્રણીઓ જોડાયા હતા. સાંસદ ઇન્દુબાલાજીએ  ત્યારબાદ નગરના વિવિધ ક્ષેત્રના વિશિષ્ટ અગ્રણીઓ સાથે મુલાકાત લઈ બેઠક કરી હતી. સાંસદ ઇન્દુબાલાજીએ સ્થાનિક સંગઠનના હોદ્દેદારો સાથે નડિયાદના જિલ્લા સ્પોર્ટ સંકુલ ઉપરાંત મહાગુજરાત હોસ્પિટલ અને કિડની હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં કોરોનાનાં 28 પોઝીટીવ કેસો નોંધાતા રહીશોમાં ભયનો માહોલ કુલ સંખ્યા 503 પર પહોંચી.

ProudOfGujarat

લીંબડીમાં પોલીસ સ્ટેશનના સંકુલમાં મહિલાએ ઝેરી દવા પી લેતા ચકચાર.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ગોવાલી નજીક બસ અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ સવાર બે ઇસમોના ઘટના સ્થળે મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!