Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કણજરી ચોકડી પાસે સિમેન્ટ આર્ટીકલની ૩ ફેક્ટરીમાં તસ્કોરોએ ચોરી કરી ફરાર

Share

નડિયાદ પંથકના કણજરી ચોકડી પાસે સિમેન્ટ આર્ટીકલની ૩ ફેક્ટરીમાં તસ્કોરોએ  ચોરીને અંજામ આપ્યો છે. આઈસર ટ્રક લઈને આવેલા તસ્કરોએ રૂપિયા ૮૦ હજારના લોખંડનો સમાન ઉઠાવી  ગયા છે. સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થતાં ૪ અજાણ્યા ઇસમો સામે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આણંદ તાલુકાના ચિખોદરા ગામે રહેતા મનોજકુમાર બાબુલાલ પટેલની નડિયાદ તાલુકાના કણજરી ચોકડીએ  સિમેન્ટ  ફેક્ટરી આવેલી છે. જેમાં સિમેન્ટ આર્ટિકલ બનાવવાનું કામ કરવામાં આવે છે. ૨૪ જુનની રાત્રિના અંધારામાં કોઈ તસ્કરોએ  ફેક્ટરીમાં પી.સી.વાયર, લોખંડની પ્લેટો, એંગલો, ફર્મા તથા લોખંડનો અન્ય સામાન ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બીજા દિવસે સવારે આ વાતની જાણ મનોજકુમારને થઈ હતી. મનોજકુમારે ફેક્ટરીમાં લગાવેલા સીસીટીવી ચેક કરતાં ૪ અજાણ્યા તસ્કરો આઈસર ટ્રક લઈને તેમની ફેક્ટરીમાં આવ્યા હતા અને આ લોખંડનો સરસામાન ટ્રકમાં ભરતા નજરે પડ્યા હતા.

Advertisement

ત્યારબાદ મનોજકુમારે એસોસિએશનમા જાણ કરતાં ખબર પડી કે આ દરમિયાન નજીક આવેલ અન્ય બે સિમેન્ટની ફેક્ટરીમાંથી પણ ચોરી થઈ  હતી. આ ઉપરાંત પાર્ક કરેલ એક આઈસર ટ્રક બેટરી મળી કુલ રૂપિયા ૮૦ હજારના લોખંડનો સામાન લઈ ફરાર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે મનોજકુમારે ચકલાસી પોલીસમાં અજાણ્યા ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે.


Share

Related posts

બોમ્બ હોવાની શંકાને પગલે રશિયન ફ્લાઈટનું જામનગરમાં ઈમરજન્સીમાં લેન્ડિંગ બાદ આખી રાત સર્ચ ઓપરેશન ચાલ્યું

ProudOfGujarat

સુરત : સરથાણા વિસ્તારમાં પેસેન્જરને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી રૂપિયા ચોરી કરનાર આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

પરશુરામ જન્મોત્સવ નિમિત્તે સેવાકીય પ્રકલ્પોની શરૂઆત, ‘બ્રહ્મરત્નો’નું બહુમાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!