Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના વસો તાલુકામાં એન્ટી ટોબેકો રેડ કરી ૧૧ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરાઈ

Share

મલિયાતજ, લવાલ ગામમાં તાલુકા  એન્ફોર્સમેન્ટ સ્કવોડ દ્વારા તમાકુ વિરોઘી જનજાગૃતી માટેની રેડ કરવામાં આવી હતી.  દરમીયાન કુલ ૧૧ વ્યકિતઓ નિયમોનું ઉલ્લંઘન કરતત તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

તાલુકા એન્ફોર્સમેન્ટ સ્કવોડ દ્વારા COTPA-૨૦૦૩  અંતર્ગત  મલિયાતજ ,લવાલમાં તમાકુ નિયંત્રણ સેલ, વસો દ્વારા તમાકુ નિયંત્રણની કામગીરી, કાયદાની અમલવારી અને સામાજીક જનજાગૃતી માટે રેડનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારીના માર્ગદર્શન મુજબ આરોગ્યશાખા, રેવન્યુ વિભાગ, પોલીસ વિભાગ, શિક્ષણ  વિભાગ, પંચાયત વિભાગના સંયુકત ઉ૫ક્રમે રેડ પાડવામાં આવી હતી. જેમાં લારી ગલ્લા ઉ૫ર સૂચક બોર્ડ મૂકેલા ન હોય તેવા લારી ગલ્લાવાળાને દંડ કરવામાં આવ્યો હતો. જેમાં COTPA-૨૦૦૩  અંતગર્ત વિવિઘ કલમ હેઠળ ૧૧ કેસ કરાયા હતા. આ રેડની કામગીરી મલિયતજ લવાલના શાળા, બસ સ્ટેશન આજુબાજુનો વિસ્તારમાં કરવામાં આવી હતી. આમ આગામી દિવસોમાં પણ માન કલેકટર-નડીયાદના આદેશ મુજબ જનજાગૃતી માટે રેડ કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

એશિયન જિમ્નાસ્ટિકની મિક્સ ડબલમાં સુરતના ભવ્યાન્શુ અને પ્રકૃતિએ મેળવ્યો ગોલ્ડ મેડલ…

ProudOfGujarat

અંકલેશ્વરની સામોર પ્રાથમિક શાળાની પ્રવૃત્તિઓથી પ્રેરિત થઈ દાતા પરિવારે બાળકોને રમત ગમતના સાધનો અર્પણ કર્યા

ProudOfGujarat

રાજપીપળા નિઝામશાહ દરગાહની જગ્યા રાજપીપળા નગરપાલિકા પાલિકા હસ્તક કરી દેવાનું લખાણ માંગતા સમગ્ર મુસ્લિમ સમાજમાં રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!