Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં વૃદ્ધના એકાઉન્ટમાંથી અજાણ્યા શખ્સો બારોબાર રૂ ૪. ૮૩ લાખ શેરવી લીધા

Share

નડિયાદ શહેરની તિરૂપતિ સોસાયટીમાં રહેતા રાજેન્દ્રકુમાર બ્રહ્મભટ્ટ ઉં. ૬૮ નિવૃત્તિ જીવનગાળે છે. વૃધ્ધનુ શહેરમાં આવેલી બંધન બેન્કમાં ત્રણ એકાઉન્ટ છે. જેમાં બે એકાઉન્ટ સેવિંગ અને એક પત્ની સાથેનુ જોઈન્ટ એકાઉન્ટ છે. આ દરમિયાન તા. ૧૯ ઓક્ટોબરના રોજ અજાણ્યા શખ્સે વૃધ્ધની જાણ બહાર રૂપિયા ઉપાડી લીધા હતા. જે અંગેની જાણ વૃધ્ધને બેંકના મેનેજરે કરી હતી. તેથી વૃદ્ધ બેંકમાં જઈ તપાસ કરતા તેમને મૂકેલી એફડી અને સેવિંગ અકાઉન્ટમાથી મળી કુલ રૂ ૪.૮૩ લાખ ચાર ટ્રાન્ઝેક્શન થકી કોઇ અજાણ્યા શખ્સે ઉપાડી લીધા હોવાનું માલૂમ પડ્યુ હતુ. આ અંગે વૃધ્ધના મોબાઇલમાં કોઈ ઓટીપી કે અન્ય કોઈ મેસેજ આવ્યો ન હોવા છતા બારોબાર બેંક અકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયા હતા આ બનાવ અંગે વૃધ્ધની ફરિયાદ આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરની ધરપડક કરી રૂપિયા ૬૮ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઈડીસીની કંપનીમાંથી બેટન લોખંડની ચેનલ અને બીમ ચોરાયા.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના ગોધરામાં બની રહ્યુ છે. ગુજરાતનુ પ્રથમ લોટસ ટેમ્પલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!