Proud of Gujarat
GujaratFeaturedINDIA

નાંદોદ તાલુકાના સમરસ ગામ ગુવારમાં વર્ષોથી પાકા રસ્તાની માંગ છતાં કોઈ સાંભળતું નથી.

Share


નવા ગુવારથી નાના ગુવારને જોડતો માર્ગ બિસમાર,ગ્રામજનોને સ્મશાને, નર્મદા સ્નાન સહીત શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલી,આ રોડ બની જાય તો બે ગામ જોડાવા સાથે પ્રવસીઓ માટે અને ગ્રામજનો માટે રાહત રહે
(વિશાલ મિસ્ત્રી રાજપીપલા) નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનું સમરસ ગામ ગુવારને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો.નાંદોદના ગુવાર ગામના લોકોએ આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે ગામની વર્ષો જૂનાં માર્ગની કામગીરી માટે કોઈ કામ કરવા તૈયાર નથી.એક વર્ષ પહેલા બનેલો રોડ પર પાણી નાખી નવો રોડ બનાવી દેવાય છે.દર વર્ષે ગામે ગામ નવા રસ્તા બને છે.નાંદોદ તાલુકા પંચાયતના મહિલા સભ્ય કોકિલા નરેન્દ્ર બારોટે જણાવ્યું હતું કે મેં અનેક રજૂઆતો કરી પણ કોઈ વાત સાંભળતું નથી.જેથી જિલ્લા કલેક્ટર,જિલ્લા વિકાસ અધિકારી આયોજનમાં આવા રોડનું કામ મૂકે અને મંજુર કરે એવી અમારી માંગ છે.
નર્મદા કિનારે આવેલું ગુવાર ગામ જ્યા મોટા મોટા આશ્રમો આવેલા છે.અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને ભક્તો અહીંયા આવે છે.નવા ગુવારથી જુના ગુવાર સુધીનો નર્મદા કાંઠે જવાનો 5 કિમિ લાંબો માર્ગ બિસમાર હાલતમાં હોવાથી પ્રવાસીઓને લાંબો ફેરો મારીને દૂર કિનારે જવું પડે છે.ગુવાર ગામ ટુરિઝમ સ્પોર્ટ હોવા છતાં પ્રવાસનની ગ્રાન્ટમાંથી અથવા ગુજરાત પેટર્ન કે કોઈ પણ ખાસ ગ્રાન્ટમાંથી આ રસ્તો બને તો ગ્રામજનો અને પ્રવાસીઓની મુશ્કેલીનો અંત આવે એમ છે.
આ બાબતે નાંદોદ તાલુકાની માંગરોલ બેઠકના તાલુકા પંચાયત સભ્ય કોકિલા બારોટે જણાવ્યું હતું કે આ ગામ 99 ટકા આદિવાસી ગામ છે.આઝાદી કાળથી આ માર્ગ બન્યો નથી જેથી અમે અનેકવાર રજૂઆતો કરી પણ આ ગામની કોઈ કદર કરતુ નથી.જેથી નર્મદા જિલ્લા કલેકટર કે જિલ્લા વિકાસ અધિકારી અથવા ધારાસભ્ય પોતાની ગ્રાન્ટમાંથી પણ આ કામ કરે તો ગામ લોકો હાશકારો અનુભવશે.નાંદોદ તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનું શાસન છે તાલુકા માથી પણ ગ્રાંટ સેટ કરી આ રસ્તો બનાવાય તો ગ્રામજનો અને પ્રવસીઓ સહિત હજારો ભક્તો કે જે નર્મદા સ્નાન કરવા આવે એને લાભ થાય.

Advertisement

Share

Related posts

ભરૂચ : પશુ ક્રુરતા અંગે બનેલ ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ.

ProudOfGujarat

ગોધરા : લોકડાઉનનાં માહોલમાં સોનીવાડ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો 6 જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચના કિશનાડ ખાતે હજરત સૈયદ હાજી પીર શહેનશાહ સત્તાર ગંજ શહીદ ચિશ્તી રહમતુલ્લાહ અલયહેના સંદલ તેમજ ઉર્સ શરીફની ઉજવણી કરાઇ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!