Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ ડેમમાંથી ૧૪,૫૭૭ ક્યુસેક પાણીનો આઉટફલો ડેમની સપાટી સાંજે ૫:૦૦ કલાકે ૧૦૯.૫૬. મીટર નોંધાઇ.

Share

કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એ.વી.મહાલેએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં કરજણ બંધ જીતગઢ ગામ નજીક આવેલો છે. જેનો જળસ્ત્રાવ વિસ્તાર ૧૪૦૦ સ્કેવર કિ.મી છે. આ વિસ્તારની અંદર દેડીયાપાડા અને સાગબારાનો મહત્તમઅંશે જળસ્ત્રાવ આવેલ છે. આ જળસ્ત્રાવની અંદર તા. ૧૨ મી ઓગષ્ટથી ભારેથી-અતિભારે વરસાદ ચાલુ થતાં પ્રતિકલાકે ૨૫,૫૦૦ ક્યુસેક આવક થતાં કરજણ બંધ આધારિત સ્મોલ હાઇડ્રોપાવર સ્ટેશનના ૨ યુનિટ તા.૧૨ મી ઓગષ્ટના રોજ વીજ ઉત્પાદન માટે શરૂ કરવામાં આવ્યા હતાં. ૩ મેગા વોટની ક્ષમતા ધરાવતા આ હાઇડ્રોપાવર સ્ટેશનથી પ્રતિ દિવસ ૭૨ હજાર યુનિટ વીજ ઉત્પાદન ચાલુ કરવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. વધુમાં તેઓએ કહ્યું હતું કે, તા. ૧૨ મી થી તા. ૧૯ મી ઓગષ્ટ સુધીમાં ભારેથી-અતિભારે વરસાદ થવાથી ૬૨૫ એમ.એમ (૨૫ ઇંચ) જળાશયના સંગ્રહનો ૧૨૦૦ એમ.એમ (૪૮ ઇંચ) નીસામે આજદિન સુધીમાં કુલ ૧૩૫૦ એમ.એમ (૫૪ ઇંચ) ૧૧૨ ટકા સીઝનનો વરસાદ નોંધાયેલ છે. ઉપરવાસમાં આ વરસાદને કારણે મહત્તમ પાણીની આવક ૧,૨૨,૦૭૭ તથા તા. ૧૪ મી ઓગષ્ટના રોજ જળાશયમાં પાણીની સપાટી ૧૦૯.૮૮ અને કુલ જથ્થો ૭૨.૮૯ ટકા થતાં રૂલ લેવલ જાળવવા માટે રેડીયલ ગેટનું સંચાલન ૨૭ વખત કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આજે તા. ૧૯ મી ઓગષ્ટ, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:00 કલાકે કરજણ ડેમની સપાટી ૧૦૯.૫૬ મીટર નોંધાવા પામી છે. જેનું રૂલ લેવલ ૧૦૯.૨૬ મીટર છે તેમજ કુલ જળાશયમાં સંગ્રહાયેલ પાણીનો જથ્થો ૭૧.૪૮ ટકા થયેલ છે. પાણીની આવક ૩૬,૧૩૫ ક્યુસેક હોવાથી જળાશયનું રૂલ લેવલ જાળવવા માટે રેડીયલ ગેટ નં ૨,૪,૬, અને ૮ (૪ ગેટ) ૦.૮૦ મીટર ખોલી કરજણ નદીમાં ૧૪,૫૭૭ ક્યુસેક આઉટફ્લો પ્રગતિ હેઠળ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા

Advertisement

Share

Related posts

ઝઘડીયા પોલીસ સ્ટેશન દ્વારા નેશનલ હાઇવે પર કાયદો વ્યવસ્થાના હેતુથી નવી ચોકીનું ઉદઘાટન કરાયું.

ProudOfGujarat

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની આખરે ધરપકડ: રેવ પાર્ટીમાં હતો સામેલ

ProudOfGujarat

જંબુસર તાલુકાનાં અણખી ગામ પાસે આવેલી પીડીલાઇટ કંપનીનાં કામદારોને પગાર ન મળતા હોબાળો કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!