Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાગબારાના પીપલાપાણી ગામે જંગલી જાનવરે બકરાને ફાડી ખાતા ભયનો માહોલ સર્જાયો.

Share

બનાવની પ્રાપ્ત થતી માહિતી અનુસાર નમૅદા જીલ્લાના સાગબારા તાલુકાના પીપલાપાણી ગામે રહેતાં મિથુનભાઈ દાસુભાઈ વસાવાના ઘરેથી તા. ૬/૮/૨૦૨૧ ના રોજ સવારે ૨ થી ૩ વાગ્યાની આસપાસ કોઈ જંગલી જાનવર ઢોરઢાંખર બાંધવાની જગ્યાએ પ્રવેશી બાંધેલ ગાભણ બકરીને ઉપાડી ઘરથી લગભગ ૪૦ થી ૫૦ મિટરે બાજુમાં આવેલા ખેતરમાં લઇ જઈ ફાડી ખાધી હતી. સવારે ઉઠીને બાંધેલ બકરીઓની જગ્યા પર ન હોવાથી મિથુનભાઈ શોધખોળ કરતા બાજુના ખેતરમાથી હાડપિંજર મળી આવ્યુ હતુ. મિથુનભાઈએ સમગ્ર ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને કરતા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ગામના લોકોમા જંગલી પ્રાણીઓને લઇ ભય જોવા મળી રહ્યો છે. વહેલી તકે આ જંગલી પ્રાણીઓને પકડી પાડવામા આવે તેવી માંગ ઉઠી રહી છે.

તાહિર મેમણ – ડેડીયાપાડા

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાના નબીપુરમાં ત્રણ વર્ષના બાળક પર શ્વાનોના હુમલામાં માસૂમ બાળકનું કરૂણ મોત નીપજતાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી

ProudOfGujarat

નેત્રંગ તાલુકાનાં મચામડી ગામ ખાતે જમીનને નુકશાન બાબતે થયેલ ઝઘડામાં લાકડાના સપાટા મારી એક વ્યક્તિની હત્યા કરવામાં આવતા ચકચાર.

ProudOfGujarat

અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે 50 ફૂટ ના રાવણ, 48 ફૂટ ના કુંભકર્ણ અને 48 ફૂટ ના મેઘનાથ ના પૂતળા રામલીલા ના કલાકારો અને એસેટ મેનેજર જે.એન.સુકનદન ના હસ્તે દહન કરાયું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!