Proud of Gujarat
FeaturedGujarat

નવસારીના વિજલપોરમાં જૂથ અથડામણ મામલે 7 આરોપીઓની ધરપકડ.ભાજપના નગરસેવક ઇંદ્રજીતસિંહ રાજપૂત અને મહિલા કાર્યકર્તા ફરાર…

Share

નવસારીના વિજલપોર શહેરમાં થયેલા જૂથ અથડામણ મામલે વિજલપોર પોલીસે ૭ આરોપીની ધરપકડ કરી છે.વિજલપોર શહેરમાં બે દિવસ પહેલા બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી જેમાં હજી ૯ આરોપી ફરાર છે જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ અંગેની વિગત મુજબ નવસારીને અડીને આવેલ વિજલપોર શહેરના વિઠ્ઠલ મંદિર પાસે થયેલી જૂથ અથડામણ મામલે પોલીસે જૂથને કાબુ મેળવવા ૨૫ ટીયર ગેસ છોડવા પડયા હતા. નાના અમથા અકસ્માતે મોટુરૂપ પકડીને હંગામો મચાવી દીધો હતો. જેમા એક પોલીસકર્મી સાથે ૪ લોકોના માથા ફૂટ્યા હતા. જે મામલે પોલીસે આજે ૭ આરોપીને ઝડપ્યા છે. જેમાં ૯ આરોપી ફરાર થયા છે. ભાજપ નગરસેવક ઇંદ્રજીતસિંહ રાજપૂત પણ અથડામણમાં સામેલ અને ભાજપની મહિલા કાર્યકર્તા પણ સામેલ હતી. નગરસેવક અને મહિલા કાર્યકર્તા પણ ફરાર થયા છે.

Advertisement

Share

Related posts

નાસતો- ફરતો -આરોપી ઝડપાયો

ProudOfGujarat

માંગરોળ : કોસાડી ગામે ગાયને કતલ કરવા લઈ જતો ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલને રાષ્ટ્રીય કક્ષાનાં એજ્યુકેશન મેગેઝિન દ્વારા ત્રીજો ક્રમાંક અપાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!