Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ : ૬૫૦ થી વધુ લોકોનું સ્‍થળાંતર : અસરગ્રસ્‍તોને ફુડ પેકેટનું વિતરણ :

Share

 

જીગર નાયક,નવસારી

Advertisement

નવસારી : હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા જનજીવનને અસર પડી હતી. નવસારી કલેકટર દ્વારા વરસાદની આગાહીને અનુલક્ષીને તમામ અધિકારીઓને એલર્ટ કર્યા હતા. કલેકટર ર્ડા.એમ.ડી.મોડીયાના જણાવ્‍યા અનુસાર વરસાદના કારણે નવસારી અને વિજલપોર નગરપાલિકા વિસ્‍તાર અને કાલીયાવાડીના અસરગ્રસ્‍ત લોકોને સલામત સ્‍થળે ખસેડવામાં આવ્‍યા હતા. લોકોને નદી કિનારે ન જવા તેમજ માછીમારોને મચ્‍છીમારી અર્થે દરિયો ન ખેડવા પણ સુચનાઓ આપી દેવામાં આવી છે. વરસાદને પગલે નવસારી નગરપાલિકા વિસ્‍તાર, નવસારી અને જલાલપોર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે રજા જાહેર કરવામાં આવી હતી. પુર નિયંત્રણ કક્ષ અને નગરપાલિકાના જણાવ્‍યા અનુસાર ૬૫૦ થી વધુ લોકોનું સ્‍થળાંતર કરાવવામાં આવ્‍યું હતું.
નવસારી ધારાસભ્‍ય પિયુષ દેસાઇએ પણ અસરગ્રસ્‍ત વિસ્‍તારોની મુલાકાત લીધી હતી. નવસારી નગરપાલિકા વિસ્‍તારમાં બાપુનગર, જુનાથાણા, શનીદેવ મંદિર, મિશ્રશાળાનં-૪, દશેરા ટેકરી, સરસ્‍વતી મંદિર સામે મિશ્રશાળા નં-૧૦, રેલરાહત કોલોની, દશેરા ટેકરી વાઘરી મહોલ્લો, ઘેલખડી, જલાલપોર પટેલ સોસાયટી, બોદાલી રોડ, ગાંધીનગર સોસાયટી જલાલપોર રોડ સહિત ૧૪૮ જેટલા ઘરોમાં પાણી ભરાયા હતા અને ૧૫ લોકોનું સ્‍થળાતંર કરવામાં આવ્‍યું હતું. નવસારી નગરપાલિકા દ્વારા ૧૬૦૦ જેટલા ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું.
વિજલપોર નગરપાલિકા વિસ્‍તારમાં અમીધારા સોસાયટી પાછળ હળપતિવાસમાં ૧૦ કુટુંબના ૪૧ વ્‍યકિતઓનું ગુજરાતી પ્રાથમિક શાળા વિજલપોર રેલવે ફાટક સામે સ્‍થળાંતર કરાવવામાં આવ્‍યું છે. જયારે કાલિયાવાડીમાં ભુતફળિયા, રાજીવનગર, જકાતનાકા પાછળ વિસ્‍તાર, ઘેલ તલાવડી અને તેનો આજુબાજુનો વિસ્‍તારના અસરગ્રસ્‍ત ૬૦૦ લોકોને ભુત ફળિયા આંગણવાડી, રાજીવનગર સંતકેવલ મંદિર, જકાતનાકા આયુર્વેદિક હોસ્‍પિટલ ખાતે સ્‍થળાંતર કરાયું હતું.
નવસારી પુર નિયંત્રણ કક્ષ દ્વારા મળેલી માહિતી અનુસાર તા.૧૧/૭/૧૮ ની રાત્રિ દરમિયાન નવસારી અને જલાલપોર તાલુકામાં સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તા.૧૧/૭/૨૦૧૮ ના રોજ સવારે ૬ વાગે વીતેલા ૨૪ કલાક દરમિયાન નવસારી તાલુકામાં ૧૭૮ મીમી એટલે કે સાત ઇંચ અને જલાલપોર તાલુકામાં ૧૬૯ મીમી એટલે કે સાત ઇંચ વરસાદ વરસ્‍યો હતો. જયારે ગણદેવી તાલુકામાં ૯૭ મીમી, ચીખલીમાં ૮૨ મીમી, વાંસદામાં ૪૨ મીમી અને ખેરગામ તાલુકામાં ૭૭ મીમી વરસાદ વરસ્‍યો છે.
તા.૧૧/૭/૧૮ ના રોજ સવારે ૬ થી ૮ વાગ્‍યા દરમિયાન નવસારીમાં ૫૭ મીમી, જલાલપોરમાં ૫૫ મીમી, ગણદેવીમાં ૨૦ મીમી, ચીખલીમાં ૯ મીમી, ખેરગામમાં ૨૯ મીમી વરસાદ નોંધાયો છે. ત્‍યારબાર વરસાદનું જોર ઘટયું છે.
ભારે વરસાદને પગલે ચીખલી તાલુકામાં આમધરા-મોગરાવાડી જોડતો માર્ગ , ગણદેવી વેંગણીયા પુલ વાહન વ્‍યવહાર માટે બંધ કરવામાં આવ્‍યો હતો.
કલેકટરે કોઇપણ ઘટના બને તો તાત્‍કાલિક ફલડ કંટ્રોલ વિભાગના જાણ કરવા સહિત સંબંધિત અધિકારીઓને તકેદારીના પગલાંઓ લેવા જણાવ્‍યું છે.
ભારે વરસાદના કારણે આરોગ્‍ય વિભાગ દ્વારા પાણીના કલોરિનેશનની ચકાસણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને વિજલપોર વિસ્‍તારમાં વધારે પાણી ભરાયા હતા.


Share

Related posts

વડોદરામાં IPL ક્રિકેટ મેચ ઉપર સટ્ટા મામલે સીટી પોલીસના ત્રણ સ્થળે દરોડા

ProudOfGujarat

અંકલેશ્વર ના દીવારોડ પર આવેલ મારુતિ બંગલો સોસાયટીની બાજુ માંથી પસાર થતી ખાડી (વરસાદી કાંસ)માં વહી રહેલું કલર યુક્ત પાણી જોવા મળતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો..અને આખરે ક્યારે આ પ્રકાર ના તત્વો ઉપર કાર્યવાહી થશે તેવી ચર્ચા હાલ તો ટોક ઓફ ધી ટાઉન બની છે…..

ProudOfGujarat

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરમગામ જિલ્લાનું આઇપીએસ સ્કુલ ખાતે એકત્રીકરણ યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!