Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારીના જલાલપોર ગામમાં વિધર્મી યુવાને વિધવાનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા LCB પોલીસે ધરપકડ કરી.

Share

જલાલપોર તાલુકાના એક ગામમાં પિતાના ઘરે રહેતી મુળ હિંમતનગરની 35 વર્ષીય વિધવા પર ડાભેલ ગામનો નઈમ એકલવાયા નજર બગાડતો હતો. નઈમે વિધવાને પ્રેમ સંબંધ રાખવા અનેકવાર કહ્યુ હતુ, પણ વિધવા તેની વાતમાં આવી ન હતી. જેથી નઈમે ગત 6 એપ્રિલથી 9 એપ્રિલ દરમિયાન તેનું અપહરણ કરી, તેને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ, તેની સાથે જબરદસ્તી દુષ્કર્મ આચર્યુ હતુ. જેમાં પીડીતાએ હિંમત દાખવી નરાધમ નઈમ એકલવાયા સામે મરોલી પોલીસ મથકે ફરિયાદ આપતા, પોલીસે અપહરણ, દુષ્કર્મ, મારપીટ અને એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. દરમિયાન નવસારી LCB પોલીસને બાતમી મળી હતી કે, નઈમ એકલવાયા વેસ્મા ચાર રસ્તા પાસે ઉભો છે. જેને આધારે પોલીસે આરોપી વિધર્મી નઈમની ધરપકડ કરી, મરોલી પોલીસને સોંપ્યો હતો. ઉલ્લેખનિય છે કે આરોપી નઈમ એકલવાયા સામે નવસારી જિલ્લાના નવસારી ગ્રામ્ય, જલાલપોર અને મરોલી પોલીસ મથક તેમજ વલસાડ ગ્રામ્ય પોલીસ મથકમાં મારમારી, પોસ્કો સહિત દુષ્કર્મ, હત્યાની કોશિષ સહિત 10 ગુના નોંધાઈ ચુક્યા છે. જેથી રીઢા ગુનેગાર નઈમને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી આગળની તપાસ આરંભી છે.

પરિમલ મકવાણા નવસારી

Advertisement

Share

Related posts

નડિયાદ તાલુકાના સલુણવાટા સીમમાં ફાર્મહાઉસમાં ચોરી થતાં ચકચાર.

ProudOfGujarat

અંકલેશ્વર : ગુંજ સોશિયલ ગૃપના ગરબામાં પબજીના વેશમાં ખેલૈયાઓનું આર્કષણ

ProudOfGujarat

૨૪ અને ૨૫ માર્ચે તાલુકા તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ, અરજદારોને ઓનલાઈન અરજી કરવાની અપીલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!