Proud of Gujarat
FeaturedGujarat

નેત્રંગ:વાન પલ્ટી મારી જતા ૧૨ વ્યક્તિઓને ઇજા. ૩ ની હાલત ગંભીર…

Share

દિનેશભાઇ અડવાણી

નેત્રંગ થી રાજપારડી રોડ થી ૯ કિલોમીટરના અંતરે આવેલ જેસપોર ગામ પાસે બોલેરો પીક-અપ વાન પલ્ટી મારી જતા ૧૨ જેટલા લોકોને ઈજાઓ પોહચી છે.બનાવની જાણ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઇજાગ્રસ્તોને નેત્રંગની CHC નેત્રંગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.૧૨ ઇજાગ્રસ્તો માંથી ૩ ની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.જેમાં ગોવિંદભાઇ ગણપતભાઈ વસાવા ઉમર વર્ષ ૬૫ ગામ જરીયા અને જેઠાભાઇ જીતાભાઈ વસાવા ઉમર વર્ષ ૭૫ ગામ જરીયા ગંભીર રીતે ઘવાયેલ છે.ઝઘડિયાથી રાજપારડી રોડ પર સંખ્યાબંધ વાનો ચાલતી હોય છે અને વધારે પૈસા કમાવાની લાલચમાં ડ્રાઈવરો વધારે પેસેન્જર બેસાડવાનો આગ્રહ રાખતા હોય છે જેના કારણે અનેક વાર આવા બનાવો બનવા પામ્યા છે.આ બનાવમાં પણ આવુજ બનવા પામ્યું છે વધારે પેસેન્જરોના કારણે વાન પલ્ટી ખાઈ ગઈ હતી.તત્રં આ વાન ડ્રાઈવરો સામે કડક પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વરનાં પ્રદુષણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો.

ProudOfGujarat

રિલાયન્સ જિયો 4G કનેક્ટિવિટી દ્વારા લદ્દાખ અને ભારતના લગભગ દરેક ખૂણે પહોંચશે.

ProudOfGujarat

ઇન્દ્રશીલ કાકા-બા અને કલાબુધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્તરાજ,કલમ અને કાંટાસાયણમાં પ્રાથમિક શાળા ખાતે કવૉલિટી એજ્યુકેશન કીટ વિતરણ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!