Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ ગ્રામ પંચાયતનાં પાપે લોકો પાણી વિહોણા રહ્યા…જાણો કેમ ?

Share

દિવાળીના તહેવારો ટાણે જ નેત્રંગ ગ્રામ પંચાયતવાળી ગૃહની પાણીની મોટર બળી જતા ટાઉનનાં અડધા વિસ્તારમાં બે થી ત્રણ દિવસ સુધી પાણી પુરવઠો મળવો મુશ્કેલ હોય જેને લઇને ગૃહિણીઓથી લઈને તમામ લોકો હેરાન-પરેશાન થઇ રહયા છે અને પંચાયતના પદાઘિકારીઓ પ્રત્યે છુપો રોષ ઠાલવી રહી છે.

તો બીજી જણવા મળેલ માહિતી મુજબ કૂવાને ઢાંકવા માટે ફિટ કરેલા પતરા લોખંડની એંગલો એકદમ ખલાસ થઈ ગઈ હોય જેને લઇને બળેલી મોટર કૂવામાંથી બહાર કાઢવા માટેની મોટી મુસીબત હોય. આ બાબતે કર્મચારીઓ દ્વારા પંચાયતના પદાધિકારીઓને બે વાર લેખિતમાં તેમજ વારંવાર મૌખીકમાં જણાવવા છતાં કોઈપણ જાતનું ધ્યાન આપવામાં નહીં આવતા પ્રજાને આજે પાણી વગર તહેવારોના સમયે વેઠવાનો વારો આવ્યો છે.

નેત્રંગ ગ્રામ પંચાયતનો વહીવટ દિવસેને દિવસે બગડી ગયો છે હાલના મહિલા સરપંચ માત્રને માત્ર નામ પૂરતા જ હોય પંચાયતના તમામ વહીવટ તેઓના પતિ અને પૂર્વ સરપંચના હાથમાં હોવાથી તેમજ પંચાયતમાં વિરોધ પક્ષના સભ્યો પણ કોઈપણ જાતનો વિરોધ ના કરતાં હોય સરપંચથી લઈને પંચાયતના અન્ય પદાધિકારીઓને પ્રજાને પડતી તકલીફો બાબતે કોઈપણ જાતની ચિંતા ના હોવાના આક્ષેપો ટાઉનની પ્રજા કરી રહી છે. જેને લઇને ચોમાસા બાદ ટાઉનના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ આજની તારીખે છે. કેટલાક વિસ્તારોમાં બંધ સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોય જેને લઇ પ્રજા તોબા પોકારી ઉઠી છે ત્યા આટલી મુસીબતોનો સામનો પ્રજા કરી રહી છે તેમાં એક ઓર વધારો થયો છે. ગાંધી બજાર ડબ્બા ફળિયા વિસ્તારમાં આવેલ પંચાયતવાળી ગૃહની કુવાની મોટર બળી જતા ટાઉન અડધા વિસ્તારમાં લોકોને પાણી પુરવઠો મળવો મુશ્કેલ બન્યો છે. મોટર બાલી જવાને કારણે તહેવારોના સમયે જ ગૃહિણીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં આજે કુલ ૧૪ જેટલા લોકો કોરોના પોઝિટિવ થતાં જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 128 પર પહોંચી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

ProudOfGujarat

માંગરોળ : વાંકલનાં વેરાવી ફળિયાની 21 વર્ષીય યુવતી ગુમ થઈ.

ProudOfGujarat

પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુ ઉપર થયેલ હુમલાનાં વિરોધમાં નર્મદા જિલ્લા કલેકટરને રાજપીપળા ખાતે આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!