Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગના વડપાન ગામમાં જીઈબીના તારને અડી જવાથી એક વ્યક્તિનું મોત

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં વડપાન ગામની સીમમાં કરંટ લાગતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ બનાવની મળતી વિગતો અનુસાર આજે સવારે નેત્રંગના વડપાન ગામની સીમમાં જીઈબી ના તાર સાથે અડીજતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે. જીઈબી ના તાર સાથે અડવાથી પાંચિયા મગનભાઈ વસાવા નામના વ્યક્તિનું વીજકરંટ લાગવાથી મોત થયું છે. આ બનાવ બાદ તાત્કાલિક નેત્રંગ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરા : મતદાર જાગૃતિ કાર્યક્રમમાં એસ.એસ.જી. હોસ્પિટલના આરોગ્ય સ્ટાફે મતદાન માટે બતાવી સજ્જતા.

ProudOfGujarat

ભરૂચની વર્લ્ડ ફેમસ “સુજની”બનાવટની કલાને જિલ્લા કલેકટર તુષાર સુમેરા એ નિહાળી, અદભુત કલાના કર્યા વખાણ

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા વાહન અકસ્માતનાં બનાવોનો તુલનાત્મક અભ્યાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!