Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ ગ્રામ પંચાયત હસ્તકની ૩ પાણીની ટાંકી ૨૦-૨૫ વર્ષથી શોભાનાં ગાંઠીયા સમાન…

Share

નેત્રંગ ગ્રા.પંચાયત હસ્તકની ૩ પાણીની ટાંકી ૨૦-૨૫ વષૅથી શોભાના ગાઠીયા સમાન બની જવા પામી છે, જેથી આમ પ્રજામાં ભારે રોષ જણાઇ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મથકે વસવાટ કરતી ગરીબ પ્રજાને ઘર આંગણે જ પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે વષૉ પહેલા ગ્રા.પંચાયતના વહીવટ કતૉઓ ધ્વારા નેત્રંગમાં પાણી પુરવઠા યોજનામાં કરોડો રૂપિયાના ખર્ચે પંચાયત બાગની બાજુમાં, જુની નેત્રંગ વિસ્તારમાં અને ગાંધી બજારના ડબ્બા ફળીયા દિવ્યભવ્ય પાણીની ટાંકીનું નિમૉણ કરવામાં આવ્યું હતું, પરંતુ કમનસીબે છેલ્લા ૨૦-૨૫ વષૅથી આ ત્રણેય પાણીની ટાંકી શોભાના ગાંઠીયા સમાન બની જવા પામી છે, જેમાં પંચાયત બાગની બાજુમાં આવેલ પાણીના ટાંકીમાં સન ૨૦૦૨ થી પાણી ભરવામાં આવ્યું નથી, અને ગાંધીબજાર વિસ્તારના ડબ્બા ફળીયા સહિત જુની નેત્રંગ વિસ્તારમાં આવેલ પાણીની ટાંકીમાં છેલ્લા કેટલાક વર્ષોથી પાણી ભરાયું નથી, અને ત્રણેય પાણીની ટાંકીની હાલત જજૅરીત થતાં સિમેન્ટના પોપડા નિકળતા સળીયા દેવામાં માંડ્યા છે, જેથી પાણીની ટાંકીના નિમૉણ કાયૅમાં ભારે ગોબાચારી થઇ હોવાની આશંકાઓ સેવાઇ રહી છે, અને ગમે ત્યારે તુટી પડવાની દહેશત જણાઇ રહી છે.

Advertisement

જ્યારે બીજી બાજુએ નેત્રંગ તાલુકા કરોડો રૂપિયાના ખર્ચે યોગ્ય પધ્ધતિ અને આયોજન વગર પાણીની ટાંકીનું નિમૉણ કરી દેવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા ૨૦-૨૫ વષૅથી પાણીની ટાંકીનો ઉપયોગ કરવામાં આવતો નથી, તો કેમ કરોડો રૂપિયાના ખચૅ પાણીની ટાંકીનું નિમૉણ કરવામાં આવ્યું હતું. તે લોકમુખે ચચૉનો વિષય બન્યો છે, જ્યારે બોર-મોટર, કુવા, તળાવ, ચેકડેમ સહિત જળાશયોમાં પાણીના સ્તર સુકાતા પીવાના શુધ્ધ પાણીની સમસ્યા ઉદભવી રહી છે, તો આગામી સમયમાં પીવાના શુધ્ધ પાણીની સમસ્યા નિરાકરણ માટે તંત્ર દ્વારા જરૂરી પગલા ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.


Share

Related posts

બોટાદમાં માતેલા સાંઢની જેમ પૂરપાટ દોડતા ડમ્પરો, નગરજનોમાં ફફડાટ.

ProudOfGujarat

ભરૂચ ના મહંમદ પુરા સર્કલ નજીક આવેલ મોબાઇલ શોપમાં ચોરી-હજારોની મત્તા ઉપર હાથફેરો,ઘટના સીસીટીવી કેમેરામાં કેદ .

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં સિમેન્ટ કોંક્રીટના વધતા આક્રમણને લઇને ખેતીની જમીનો લુપ્ત થવાના આરે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!