Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકાના ચીખલી ગામમાંથી દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Share

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ-નર્મદા જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા, ઝધડીયા અને નેત્રંગ તાલુકો વન્યપ્રાણી દીપડના વસવાટ માટે જાણે અભિયારણ બની ગયા છે,જેમાં અવારનવાર દીપડો નજરે પડવા, પાંજરે પુરાવા અને મુંગા પશુ સહિત માનવવસ્તી ઉપર જીવલેણ હુમલાની ધટના સતત પ્રકાશમાં આવી રહી છેે, જેમાં નેત્રંગના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ચીખલી ગામના ખેડુત હિરેનભાઇ રણછોડભાઈ ચોધરીના ખેતરમાં થોડા દિવસો પહેલા જ દીપડાએ વાછરડીનો શિકાર કરતાં સ્થાનિક રહીશો સહિત ગ્રામજનોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો, ત્યારબાદ ખેડૂત હિરેનભાઇ ચૌધરીએ નેત્રંગ વનવિભાગના આરએફઓ સરફરાઝ ઘાંચીને બનાવની જાણ કરતાં જ વનવિભાગના સ્ટાફે ધટનાસ્થળનું નિરીક્ષણ કરી અને જરૂરી કાર્યવાહી કરીને દીપડાને પકડવા પાંજરું મુકતાં દીપડા પાંજરે પુરાતા સ્થાનિક રહીશો સહિત ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો,આ બાબતે નેત્રંગ વનવિભાગેે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના સજોદ ગામે બાળકોને ન્યુટ્રીશન કીટનું કરાયું વિતરણ.

ProudOfGujarat

કોરોના જેવા વાઇરસ સામે રક્ષણ માટે અંકલેશ્વર ની શાળાની અનોખી પહેલ,વિદ્યાર્થીઓ માસ્ક પહેરી લઇ રહ્યા છે ભણતર,જાણો વધુ કંઈ શાળા એ અપનાવી આ અનોખી પહેલ….!!!

ProudOfGujarat

ભરૂચમાં આવતીકાલે સ્વામિનારાયણ ફીડરથી અપાતા વીજ પુરવઠામાં કલાકોનો કાપ, તમામ ટાંકીઓ પર પાણી પુરવઠો રહેશે બંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!