Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકાના દોલતપુર ગામની સીમમાં આવેલ આર.આર. ઇન્ફો પ્રોજેકટ કંપનીના સ્ટોર રૂમમાં તસ્કરો ત્રાટકયા.

Share

નેત્રંગ તાલુકાના દોલતપુર ગામની સીમમાં કરજણ ડેમમાંથી વાલિયા-નેત્રંગ તાલુકામાં વોટર સપ્લાય માટેની પાઇપ લાઈનની સાઈડ પરથી 410 પાઇપ મળી કુલ 25.22 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

સુરતના ભટાર વિસ્તારમાં આવેલ તુકારામ સોસાયટીમાં રહેતા રમેશ મૂળજી ઠુમર વાલિયા-નેત્રંગ તાલુકામાં કરજણ ડેમમાંથી વોટર સપ્લાય માટેની પાઇપ લાઈન નાખવાની કામગીરી કરી રહ્યા છે જેઓની સાઇટ નેત્રંગ તાલુકાના દોલતપુર ગામની સીમમાં આવેલ છે જે સાઇટ પર તમામ સામાન મુકવામાં આવે છે જે સ્થળે ઉત્તરાયણ પર્વ નિમિત્તે તમામ કામદારો તહેવારની ઉજવણી અર્થે પોતપોતાના વતન ગયા હતા તે દરમિયાન તસ્કરો ત્રાટકયા હતા અને આ સ્થળ પર રહેલ 755 પૈકી 410 નંગ પાઇપ લઈ કુલ 25.22 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

સાગબારા તાલુકાનાં ગોટપાડા ગામની અંબે ગ્રીન સીટી સોસાયટીને COVID-19 કન્ટેઇનમેન્ટ એરિયા તરીકે જાહેર કરતું જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ પ્રસિદ્ધ કરેલું જાહેરનામું.

ProudOfGujarat

શમીમ ખાનની હત્યા અંગે રૂ એક લાખની સોપારી અપાઇ હતી રોનીની કબૂલાત …રોનીને આસરો આપનાર કોણ?

ProudOfGujarat

ઇરોસ પર એકશન થ્રિલરથી ભરપૂર ‘સૂર્યાંશ’ 6 નવેમ્બરે થશે સ્ટ્રીમ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!