Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકાનાં મોટામાલપોર ગામે આવેલ અમરાવતી નદી સૂકી હોવાથી તેમાં પાણી છોડવા રજુઆત કરવામાં આવી.

Share

નેત્રંગ તાલુકાનાં મોટામાલપોર ગામે આવેલ અમરાવતી નદી પર ધોલેખામ ડેમ આવેલ છે અને હાલમાં આ નદી સુકીભઠ છે. હાલમાં પશુ તથા આમ જનતાને પીવાનાં પાણી ખુબ તકલીફ છે ત્યારે મોટામાલપોર ગામની જનતાની માંગણી છે ડેમમાંથી વહેલામાં વહેલી ટકે પાણી છોડવામાં એવી ગામની જનતાની માંગ ઉઠી છે. આ નદી પર જીવતા આંજેલી, ઉડી, મોટામાલપોર, તથા ગંભીરપુરા, જેવા અનેક ગામો આવેલ છે. આ નદીમાં પાણી છોડવામાં આવે તો કોઈ પણ જનતા તથા પશુઓ પાણી પી શકે તથા આ ઉનાળાની સીઝનમાં પાણી ખુબ જરૂરિયાત ઉભી થઈ છે.મોટામાલપોર ગામનાં સરપંચ એ જણાવ્યું હતું કે મોટામાલપોર ગામ પર આવેલ અમરાવતી નદીમાં હાલ ઉનાળા સીઝન હોવાથી તે નદીમાં હાલમાં પીવા માટે પાણી પણ નથી જેથી ગામના ઢોર – પશુ, પંખી તથા જનતાને પણ પાણી પીવા માટે ખુબ તકલીફ પડે છે. ગામના સરપંચ ધોલેખામ ડેમ જઈને રજુઆત કરતા ત્યાંના સરકારી કર્મચારીએ ભરૂચ કચેરીનો સંપર્ક કરતા નદીમાં પાણી છોડવાની રજુઆત કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અમદાવાદ ખાતે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગના કર્મચારીઓ માટે લીડરશીપ ઇન્ટીગ્રીટી વર્કશોપ યોજાયો

ProudOfGujarat

પાલેજ કુમારશાળામાં મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ.

ProudOfGujarat

અમદાવાદ: સાણંદના મોડાસર ગામના એક રહેણાંક મકાનમાં શ્રાવણીયો જુગાર રમતાં 11 જુગારીઓ ઝડપાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!