Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકામાં સોયાબીનનાં બિયારણની અછતથી ખેડુતોનાં માથે ચિંતાનાં વાદળ ઘેરાયા છે.

Share

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાનાં આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં સિંચાઈનાં પાણીની અપુરતી સુવિધાના અભાવે ખેડુતો હાલત દિન-પ્રતિદિન બદ્દતર બની રહી છે,નેત્રંગ તાલુકાનાં કેટલાક ગામોનાં તો બોર-મોટર અને કુવાના પાણી બારેમાસ ભુગર્ભમાં રહેતા હોય છે,અને પાણીની અછતનાં કારણે ખેડુતો માત્ર ચોમાસામાં સોયાબીનનાં પાક ઉપર નિભૅર રહેતા હોય છે. આ વષૅ પણ ચોમાસાની સિઝનને ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે,ખેડુતોએ ખેતર ખેડી તૈયાર કરી દીધા છે,અને વરસાદની રાહ જોઈને બેઠા છે. પરંતુ કમનસીબે કોરોના વાયરસ અને વાતવરણમાં અવરનવર ફેરબદલના કારણે નેત્રંગનાં બજારમાં સોયાબીનનાં બિયારણની અછત જણાઇ રહી છે, હાલની પરિસ્થિતિમાં વરસાદ ગમે ત્યારે થઇ શકે છે, પરંતુ ખેડુતોને બિયારણ મળ્યું નથી. ખેડુતો બિયારણ લેવા માટે વેપારીઓ અને સરકારી કચેરીઓ કટીયા કઢાવીને ધરમનાં ધક્કા ખાઇ રહ્યા છે,તેવું જાણવા મળ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકારી માધ્યમથી અપાતા બિયારણનો ૪૫૦૦ ક્વિન્ટલ,વેપારીઓ દ્વારા અપાતા બિયારણનો ૬૦૦૦ ક્વિન્ટલનો ભાવ છે,પરંતુ બિયારણની અછતનાં કારણે ખેડુતો ચિંતિત થઇ ગયા છે, તેવા સંજોગોમાં પુરવઠા વિભાગ સોયાબીનનાં બિયારણનો જથ્થો પૂરો પાડવા કમરકસે તે જરૂરી છે, નહીંતર ખેડુતોને રડવાનો વારો આવી શકે તેમ છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા ની ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ-ઉનાળા ના પ્રારંભ સાથે જ જિલ્લા માં અગ્નિ તાંડવઃ ની શરૂઆત

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં શ્રેષ્ઠ પશુપાલક તરીકે કોકીલાબેન વસાવાનું સન્માન કરાયું.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ સુંદરભાઇ વસાવા કાર્યકરો સાથે ભાજપમાં જોડાતા મંત્રી ગણપતભાઈ વસાવા કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!