Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઓલપાડ તાલુકામાં ગેરકાયદેસર જિંગા તળાવોનું ભૂત ફરી ધૂણ્યું 

Share

કોબા ગામના જાહેર રસ્તા ઉપર બનતા ગેરકાયદેસર નાળાઓ મામલે ગામના ડે.સરપંચ મેદાનમાં (પેટા-જા માથાભારે શખ્સો સામે કાયદેસર કાર્યવાહી ન થશે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી)
ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલ ગેરકાયદેસર જિંગા તળાવના માલિકો જાહેર રસ્તાઓ ઉપર નાના-નાના નાળાઓ બનાવી વરસાદી પાણીના નિકાલ માટે આડબંધ સાબિત થતા તાલુકાના કોબા ગામના ડેપ્યુટી સરપંચે જિલ્લા કલેકટર સહિત સ્થાનિક સરકારી તંત્રને લેખિત ફરિયાદ કરી છે.    
    ઓલપાડ તાલુકાના કોબા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ચીમન પટેલે સુરત જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરતા જણાવ્યું કે ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં અસંખ્ય ગેરકાયદેસર જિંગાના તળાવો આવેલા  છે.જ્યારે તાલુકાના કોબા,કસાદ-પારડી અને ઠોઠબ ગામેથી પસાર થતી મુખ્ય ડ્રેનેજની બંન્ને બાજુએ પણ તાણી બાંધવામાં આવેલ જિંગા તળાવના માલિકોએ સરકારી તંત્રની પરવાનગી વિના જાહેર રસ્તા બનાવી નાના ભૂંગળાઓ નાંખીને નાળાઓ બનાવી દીધા છે.જેના કારણે આડબંધોની સંખ્યામાં વધારો થતા ચાલુ વરસાદી સિઝનમાં આ વિસ્તારના ગામોનું વરસાદી પાણી કીમ નદી સુધી પહોંચ્યું ન હતું.જેથી મોટાભાગના ગામોના હળપતિવાસ અને નિચાણવાળા વિસ્તારો સહિત ખેડૂતોના ખેતરમાં ૩ થી ૪ ફૂટ પાણીનો ભરાવો થવાથી લોકોએ લાખો રૂપિયાની નુકશાનીનો સામનો કરવો પડ્યો હતો.જેથી આ નુકશાની રકમ જિંગા તળાવ માલિકો પાસેથી વસુલાત કરવા માંગ કરી છે.તેમણે વધુ જણાવ્યું છે કે સરકારે જિંગા તળાવો માટે જે લાભાર્થીઓને જમીન ફાળવી હતી,તેના બદલે કેટલાક શખ્સો પૈસાના જારે તળાવો ભાડેથી રાખી જિંગાનો ગેરકાયદેસર વેપલો કરી રહ્યા છે.જ્યારે તાલુકાના મંદરોઇ ગામની બ્લોક નંબર-૪૦૬ વાળી સરકારી જમીનમાંથી ૧૫ હેક્ટર જમીન મંદરોઇ ગામના આદિજાતિ લોકોની હળપતિ ઉત્કર્ષ વિવિધ કાર્યકારી સહકારી મંડળીને ફાળવવામાં આવેલ હતી.તેમ છતાં હાલમાં આ જમીનનો અન્ય શખ્સોએ કબજા કરી જિંગાના તળાવો બાંધી વેપલો કરી રહ્યા છે. જયારે દેલાસા ગામની બ્લોક નં ૨૦૮ વાળી સરકારી જમીનમાંથી ૧૬૫ હેકટર જમીન માં ૧૨ વ્યક્તિ ને ૪.૫ હેકટર ફરવામાં આવી હતી હાલમાં બાકી રહેલી જગ્યા ઉપર ગેરકાયદેસર  ઝીંગા તળાવ દબાણ કરી લીધું છે ગેરકાયદેસર ઝીંગા તળાવ દબાણ ના કારણે ચોમાસામાં  અમુક ગામો પાણી ભરાઈ જાય છે.
       જ્યારે આ શખ્સોએ ત્યાંથી પસાર થતી ડ્રેનેજ ઉપર આવન-જાવન માટે વિના મંજુરીએ રસ્તો બનાવી આડબંધ કરતા વરસાદી પાણીનો ઘેરાવો થઇ રહ્યો છે.જ્યારે આ જમીન ફાળવણી મામલે શરતભંગ થતી હોવાથી ફાળવેલ જમીન ખાલસા કરીને રાજ્ય સરકાર હસ્તક લેવા માંગ કરી છે.તેમણે વધુ બળાપો કાઢતા જણાવ્યું કે જા ગ્રામજનો આ બાબતે ફરિયાદ કરે તો આ માથાભારે જિંગા તળાવ માલિકો ગ્રામજનોને માનસિક યાતનાઓ આપી રહ્યા છે.જ્યારે આ સમગ્ર બાબતની જાણ સ્થાનિક સરકારી તંત્રના અધિકારીઓને હોવા છતાં તેઓ તરફથી કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.જેથી હવે પછી જા આ સમસ્યાનો ઉકેલ ન આવશે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Advertisement

Share

Related posts

આમોદ શહેરનાં વિવિધ જાહેર વિસ્તારમાં માસ્ક ન પહેરનાર લોકો સામે પોલીસની દંડનીય કાર્યવાહી.

ProudOfGujarat

ભરુચ જીલ્લાનાં ઝગડીયા તાલુકામાં આવેલ રાજપારડીનાં જી.એમ.ડી.સી. ના લીગનાઈટમાં કોલસા ભરતી વખતે જે.સી.બી માં આગ લાગી જતાં દોડધામ મચી હતી.

ProudOfGujarat

સુરતશહેરના ઉધનામાં બહેન સાથે સંબંધની શંકામાં ભાઈએ ચપ્પુના ઘા ઝીંકી સગીરની હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!