Proud of Gujarat
FeaturedGujaratINDIA

હરહરતા કળિયુગમાં સગા બાપે સગીર વયની દિકરી અને મોટાભાઇએ બહેન ઉપર દુષ્કર્મ આચર્યું 

Share

ઓલપાડમાં બાપ-દિકરાનું દુષ્કર્મી પરાક્રમ છાપરે ચઢીને પોકારતા માતાની પોલીસ ફરિયાદ (પેટા-બંન્ને નરાધમો છેલ્લા પાંચ વર્ષથી સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરી સગીરાને પીંખી રહ્યા હતા).
ઓલપાડ તાલુકામાં જાણે બહેન,દિકરી, સ્ત્રીઓની પનોતી બેઠી હોય તેમ તાલુકાના સાયણ વિસ્તારના સગીર વયની દિકરી ઉપર સગા બાપે અને મોટાભાઇએ બળાત્કાર ગુજારી કુમળી ફુલ જેવી દિકરીની જીંદગી પીંખી નાંખી હોવાનો વધુ એક ગુનો પ્રકાશમાં આવ્યો છે.જો કે આ મામલો પ્રકાશમાં આવતા સગીરાની માતાએ બંન્ને નરાધમો વિરૂદ્ધ ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
     ઓલપાડ તાલુકાના સાયણ વિસ્તારના એક રેસીડેન્સીમાં મુળ ઉત્તરપ્રદેશના એક પરિવાર રહે છે.આ પરિવારમાં ૧૬ વર્ષ,૮ માસ,૧૪ દિવસની ઉંમરની એક સગીર વયની દિકરી પણ છે.આ ચકચારી ઘટનામાં સગીર વયની દિકરીની અણસમજનો લાભ લઇ તેણી સગીર હોવાનું જાણતા હોવા છતાં તેનો સગો બાપ અને મોટો ભાઇ છેલ્લા પાંચ વર્ષથી સગીરાની મરજી વિરૂદ્ધ  તેના વતનમાં તો ક્યારેક હાલના રહેઠાણના ઘરમાં અવાર-નવાર શારિરીક અડપલા કરી જબરજસ્તીથી દુષ્કર્મ આચરતા તેણીની જિંદગી પીંખી રહ્યા હતા.જો કે આ મામલાની ગંધ સગીરાની માતાને આવી જતા માતાએ તેના પતિ અને સગા દિકરાને દુષ્કર્મની સજા કરાવવા ગત તા-૧૫,રવિવારે મોડી રાતે ઓલપાડ પોલીસ મથકનો આશરો લઇ બંન્ને નરાધમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જેના પગલે પોલીસે સગીરાનો કબજા લઇ મેડીકલ  ચકાસણીની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે બંન્ને આરોપીઓ સામે પોલીસે ઇપીકો કલમ-૩૭૬(૨)(એફ)(એન) તથા ધી પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન હોમ એડસ્યુઅલ ઓફન્સીસ એકટ-૨૦૧૨ ની કલમ-૪,૬,૮ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ઓલપાડ પીઆઇ સુમરા કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં તુલસીધામ શાક માર્કેટ ખાતે બે આખલા બાખડતા અફરાતફરી સર્જાઇ, સ્થાનિકોનાં જીવ ચોટયા ટાળવે.

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી ગામનાં આઠ મતદાન મથકો પર બપોરનાં એક વાગ્યા સુધીમાં સરેરાશ ૪૨ ટકા મતદાન થયું.

ProudOfGujarat

અંકલેશ્વર બ્રેકિંગ- ૨૦ થી ૨૨ જેટલી ગાયો સાથે આઈસર ટેમ્પો સહિત એક તુફાન ફોરવિલ ગાડીની ગૌરક્ષકો દ્વારા અટકાયત કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!