Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાદરા ઔધોગિક ક્ષેત્રમાં સિલોક્ષ ઇન્ડિયા ખાતે રસાયણ હોનારત વિષયક મોકડ્રીલ યોજાઈ.

Share

લોકલ ક્રાઇસીસ ગ્રુપ, પાદરાના સંકલન હેઠળ પાદરાના ઔધોગિક ક્ષેત્રમાં આવેલા રસાયણ એકમોને ધ્યાનમાં રાખીને સિલોક્ષ ઇન્ડિયા ખાતે ઓફસાઈટ મોકડ્રીલ યોજીને એકમની પોતાની, આસપાસના એકમોની અને અન્ય તંત્રોની રસાયણ અકસ્માતોના નિયંત્રણ માટેની સુસજ્જતા ચકાસવામાં આવી હતી.

ડિઝાસ્ટર શાખાના ડિસ્ટ્રીકટ પ્રોજેક્ટ ઓફિસર બંતિશ પરમારે જણાવ્યું કે રસાયણ અકસ્માત ( કટોકટીની પરિસ્થિતિ,આયોજન, સુસજજતા અને પ્રતિભાવ) નિયમો ૨૦૧૬ હેઠળ વડોદરા ગ્રામના પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા આ આયોજનમાં ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ, તાલુકા વહીવટી અને પોલીસ તંત્ર, આરોગ્ય તંત્ર, આસપાસના ઉદ્યોગો, નાગરિક સંરક્ષણ, અગ્નિશામક સંસ્થાઓ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

તેના હેઠળ રસાયણ હોનારતના જોખમનું આકલન, વિવિધ સંસ્થાઓને ઘટનાની જાણ કરવી, સતર્કતા માટે સંદેશ આપવા, સ્થાનિક એકમના સાધન સ્ત્રોતોની મદદથી દુર્ઘટના પર નિયંત્રણ કરવું, બહારની સંસ્થાઓને બોલાવવી, ઇજાગ્રસ્તો/ દાઝેલાઓને સ્થળ સારવાર આપવી અને નજીકના દવાખાને પહોંચાડી સારવારની વ્યવસ્થા કરવી અને સમગ્ર સંકલનની અસરકારકતાનું અવલોકન કરવાની સાથે, જણાઈ આવેલી નબળાઈઓ અને તેના નિવારણનો વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકા ખાતે આવેલ કોર્ટમાં અને જજીસ બગ્લોઝમાં કોર્ટ સ્ટાફ અને બાર એશોશિયન વકિલ મંડળ દ્વારા વૃક્ષો વાવી વૃક્ષારોપણ કાર્યક્રમ ….

ProudOfGujarat

ભરૂચ : વડોદરાનાં યુવકનો જંબુસર તાલુકા ગ્રામ્ય વિસ્તારમાંથી ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર…જાણો વધુ.

ProudOfGujarat

ઝઘડિયાના ધોલી ડેમમાં ડુબી જવાથી વણખુટા ગામની બે કિશોરીઓના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!