Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધી સાંસરોદ હાઈસ્કૂલમાં ૭૪ માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરાઈ.

Share

૧૫ મી ઓગસ્ટને શનિવારનાં રોજ ધી સાસરોદ હાઈસ્કૂલ સાંસરોદમાં ૭૪ માં સ્વાતંત્ર દિવસની હર્ષ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. સાંસરોદ મુસ્લિમ કમિટીનાં માજી પ્રમુખ હાજી લાખા ઉસ્માન ગનીભાઈનાં પ્રમુખ સ્થાને અને તેમના વરદ હસ્તે શાળાના પટાંગણમાં ધ્વજવંદન વિધિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે શાળા પરિવાર તેમજ સાંસરોદ મુસ્લિમ કમિટીનાં પ્રમુખ બાવલા ઐયુબભાઈ, ઉપપ્રમુખ હાજી હૈદર ભાઈ કોચા, માજી પ્રમુખ હુસેનભાઈ સાલેહ, ટ્રેઝરર ચીંથરા યાકુબભાઈ, સેક્રેટરી દાઉદભાઈ સાહેબ તેમજ એજ્યુ.ઉપપ્રમુખ મહંમદ શેરીવાલા, તાલુકા પચાયત સદસ્ય પાલેજવાલા મસ્તાન હાફેજી આ ઉપરાંત કમિટી સભ્યો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.શાળા આચાર્ય શ્રી જનક ભાઈ સ્વતંત્ર પર્વનો મહિમા સમજાવ્યો હતો અને કોરોનાની પરિસ્થિતિમાં સુધાર આવે અને શાળાઓ પેહલાંની જેમ ધમધતી થાય એવી પ્રાર્થના કરી હતી.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

કરજણ-લાકોદ્રા રેલવે સ્ટેશન વચ્ચે દુરન્તો ટ્રેઈન ની ટકકરે રેલવે કિમેન નું કરુણ મોત…

ProudOfGujarat

ભરૂચ : બિસ્માર રસ્તાઓ બાબતે આમ આદમી પાર્ટી ભરૂચ એકમ દ્વારા જીલ્લા કલેકટર, નગરપાલિકા અને PWD તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ચાલુ પરીક્ષાએ પંખો પડતા સુપરવાઈઝર ઈજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!