Proud of Gujarat
FashionFeaturedGujarat

જીવનને જાણવાની અને માણવાની ઉત્કંઠાનો ઉદભવ આવશ્યક છે- ડો. મતાઉદ્દીન ચિશ્તી

Share

જીવનને જાણવાની અને માણવાની ઉત્કંઠાનો ઉદભવ આવશ્યક છે- ડો. મતાઉદ્દીન ચિશ્તી

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

રોટરી કલબ- નર્મદા નગરી, ભરુચ દ્વારા મોટામિયાં માગરોલની ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તીના સુપુત્ર -ઉત્તરાધિકારી ડો. મતાઉદ્દીન ચિશ્તીના અતિથિ વિશેષ પદે ‘જીવન અને અધ્યાત્મ’ વિષય ઉપર વ્યાખ્યાનના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું,
આ પ્રસંગે ઉપસ્થિત ક્લબના સભ્યોને સંબોધતા ડો.મતાઉદ્દીન ચિશ્તી એ પોતાના વ્યક્તવ્ય દરમ્યાન જણાવ્યું હતું કે જીવનને જાણવાની અને માણવાની ઉત્કંઠા ઉદભવવી આવશ્યક છે, આજના મોર્ડન યુગમાં સૌથી અગત્યની જો કોઈ બાબત હોય તો તે દરેકે એક બીજાની ભાવનાઓ કદર કરી જીવન અને અધ્યાત્મ ક્ષેત્રે લય જાળવવાની છે.
કોઈ પણ ક્ષેત્રમાં આગળ ધપવામાં આપણો અભિગમ અગત્યની ભૂમિકા ભજવે છે તેમ જણાવી તેમણે અનેક ઉદાહરણો આપી ઉપસ્થિત રહેલ તમામ સભ્યોને આદ્યત્મિકતાનું જીવનમાં શુ મહત્વ છે તે રચનાઓ દ્રારા સમજાવી જીવન જીવવાની સમજૂતી આપી હતી.
સમારંભની શરૂઆતમાં પ્રાર્થના બાદ ડો. પૂજા બહેને ડો. મતાઉદ્દીન ચિશ્તીનો પરિચય આપી કરાવ્યો હતો,જ્યારે રોટરી કલબના પ્રમુખ શૈલેષભાઇ શાહે ક્લબની પ્રવૃતિ ઉપરાંત વર્ષ દરમ્યાન યોજાયેલ પ્રવૃતિઓ અને આગામી આયોજન વિષેનો ચિતાર આપ્યો હતો.
રશ્મિ શાહ, રમાકાન્ત બહુરૂપી- સેક્રેટરી, શિલ્પા બહુરૂપી, પરાગ શેઠ- પી.ડી.જી, પૂનમ શેઠ-એ.જી.
પિયુષ નથવાણી-આઇ .પી. પી., ખ્યાતી નથવાણી, નિર્મલ યાદવ,ધ્રુવ રાજા- ખજાનચી,પરિશા રાજા , જીગ્નેશ મેહતા, જ્યોસના મેહતા,સતિષ મહેતા, વિજય ચૌહાણ,ડો.મુકુન્દરા શ્રીવાસ્તવ સહિત
અન્ય સભ્યોએ હાજરી આપી હતી,

આભાર વિધિ રોટરીકલબના માજી પ્રમુખ, આઇપીપીશ્રી પિયુષભાઈ નથવાણીએ કરી હતી, કાર્યક્રમના અંતે ક્લબ દ્વારા ભોજનનું આયાેજન કરવામાં આવ્યું હતું.


Share

Related posts

વડોદરા : હલદરવા ગામના પત્રકાર હનીફભાઇ પટાલાનું દુઃખદ અવસાન…

ProudOfGujarat

૨૬ મી જૂને નર્મદા જિલ્લા ન્યાયાલય સહિતની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલત યોજાશે

ProudOfGujarat

વિરમગામ ની જાણિતા પેઢીના રમેશ ભાઇ મુલચંદ શાહ ના પૌત્ર અને પૌત્રી ના જન્મ દિવસ ની અનોખી ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!