Proud of Gujarat
FeaturedGujaratINDIA

બહુજન ક્રાંતિ મોરચા પ્રેરિત ભારત બંધનાં આહવાનને પાલેજમાં જબરજસ્ત પ્રતિસાદ.

Share

બહુજન ક્રાંતિ મોરચા દ્વારા CAA તેમજ NRC ના વિરોધમાં ૨૯ જાન્યુઆરીના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે પાલેજ તેમજ ગ્રામ્ય વિસ્તાર જડબેસલાક બંધ જોવા મળયુ હતું. કેન્દ્ર સરકાર દ્વારા સંવિધાનના ઉપર જઈ ધર્મના આધારે નાગરિકતા આપવાનું તેમજ એન.આર.સી જેવા કાળા કાયદાને સંવિધાનિક રૂપ આપવામાં આવતા દેશભરમાં ભારે વિરોધ પ્રવર્તતી રહ્યો છે. એવામાં પાલેજ નગર જે આઝાદ ભારતના એકેય ભારત બંધમાં જોડાયું ના હતું ત્યાં પણ બંધ જોવા મળયુ હતું.પાલેજ સહિત પંથકનાં ગામોમાં બુધવારનાં રોજ વેપાર ધંધા સહિત ભાડાનાં વાહનો નાં ચાલકો પણ બંધમાં જોડાયા હતા તેઓએ પણ સવારથી જ રીક્ષા, ટેમ્પા અન્ય ફોરવ્હીલર વાહનો બંધ રાખ્યા હતા. પાલેજ હાઇવે પોલીસ ચોકીથી લઈ પાલેજ બજાર, બેંકરોડ અને આંબલી સ્ટેન્ડ સુધીનાં તમામ નાનાં મોટાં લારી ગલ્લા, દુકાનો, શોપિંગ સેન્ટરોએ સ્વયંભૂ સ્વૈચ્છિક બંધ કરી કેન્દ્ર સરકાર દ્વારા સી.એ.એ અને એન.આર.સી નો કાયદો પસાર કરવામાં આવ્યો છે તેનો વિરોધ ભારત બંધ ને સમર્થન આપી પોતાની વિરોધ વ્યક્ત કર્યો હતો. પાલેજ ટંકારીયામાં મુસ્લિમ આગેવાનોએ ભારત બંધનાં આહવાનનાં સમર્થનમાં બજારોમાં નીકળી વેપાર ધંધા બંધ રાખવા કરેલાં પ્રયત્નોને પણ વધુ સફળતા મળી હતી.પાલેજ પોલીસ તંત્ર દ્વારા પાલેજમાં બંધ દરમ્યાન તકેદારીનાં ભાગ રૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

સ્વચ્છ ભારત અભિયાન” અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં મોબાઈલ ટોયલેટ વાન દોડાવવામાં આવશે.

ProudOfGujarat

ભરૂચમાં કોરોનાનું સંક્રમણ ઘટતા લોકો બન્યા બેદરકાર: જી. એન. એફ. સી. ડેપો પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ ..

ProudOfGujarat

અંકલેશ્વર ખાતેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોર્ડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!