Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલેજ રેલ્વે સ્ટેશન નજીક એકસપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં મહિલાનું મોત.

Share

ભરૂચ તાલુકાના પાલેજ રેલવે સ્ટેશન મધ્યમાં કાંટાવેડા તા.ઘોઘબા જી.પંચમહાલની વિધવા તા.૧૨ ફેબ્રુઆરીના બુધવારના ૭:૩૦ વાગ્યે સાંજે પાલેજ રેલવે સ્ટેશન મધ્યમાં કિ.મી.નંબર ૩૫૦/૩૪/૩૬ ની વચ્ચે ડાઉન રેલવે લાઈન ઉપર ડાઉન ટ્રેન ૧૨૪૯૦ દાદર-બિકાનેર એક્સપ્રેસની અડફેટે આવી જતાં થયેલ ગંભીર ઇજાઓનાં કારણે ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.મરનારની લાશની તપાસ કરતાં વાલી વારસો મળી આવતાં લાશની ઓળખ થઈ છે. મૃતકનું નામ લીલાબેન રમેશભાઈ નાયક ઉં.વ.૩૬ તેમજ રહેવાસી કાંટાવેડા તા.ઘોઘબાના હોવાનું જાણવા મળેલ છે.ભરૂચ રેલવે પોલીસ ભરતભાઇ વસાવાએ કાયદેસર કાગળો કરી લાશનું પી.એમ માટે સરકારી હોસ્પિટલ લઈ જવાય હતી. વાલી વારસોનો સંપર્ક કરી ઘટના સંબંધી જાણ કરી હતી.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર બાયસિકલ ગૃપ દ્વારા આજરોજ ગ્રીન વહીલ પ્રોજેકટ અંતર્ગત 11 જેટલી સાયકલો જોગર્સ પાર્ક ખાતે મુકવામાં આવી.

ProudOfGujarat

સરકારની આદિવાસી વિસ્તારોમાં આવેલી એકલવ્ય સ્કૂલના બાળકો અનેક સમસ્યાઓથી પીડિત

ProudOfGujarat

મોટામિયા માંગરોળ મુકામે SBI બેંકનાં પરષોત્તમભાઈ ચૌધરીનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!