Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ મોહદીસે આઝમ તેમજ સખી દાતા દ્વારા ગરીબોમાં અનાજનું વિતરણ કરવામાં આવ્યું.

Share

પાલેજ નગરમાં ગુરૂવારના રોજ કોરોનાનાં પગલે ગરીબ કુટુંબો ભૂખમરામાં ના સપડાઈ જાય માટે સખી દાતાઓ તેમજ મોહદીસે આઝમ પાલેજ બ્રાન્ચ દ્વારા પાલેજના નવીનગરી વિસ્તારમાં ગરીબ કુટુંબોને જીવન જરૂરિયાતની ઘર વખરી ઉપલબ્ધ કરાવી ગરીબ કુટુંબોને રાહત પહોંચાડવામાં આવી હતી.પાલેજ નગરમાં રોજિંદી મજૂરી તેમજ લારી-ગલ્લા તેમજ છુટક કામ કરી જીવન નિર્યાત કરતા ગરીબ કુટુંબો કોરોનાની મહામારી અનુસંધાને કરવામાં આવેલ લોક ડાઉનમાં મુસીબતમાં ના મુકાઈ જાય માટે ગામના આગેવાનો,યુવાનો તેમજ અનેક ધાર્મિક સામાજિક સંગઠનો આગળ આવી છુટા હાથે મદદ કરી રહ્યા છે.ગુરૂવારના રોજ પાલેજ મોહદીસે આઝમ તેમજ સખી દાતાઓ દ્વારા પાલેજના ગરીબ કુટુંબોમાં અનાજ તેમજ શાકભાજી જેવી પ્રાથમિક જરૂરિયાતની ચીજ વસ્તુઓની કિટો તૈયાર કરી ઘેર બેઠા ઉપલબ્ધ કરાવી પ્રશંસનીય કામગીરી બજાવી હતી, મોહદીસે આઝમ મિશન બ્રાન્ચ પ્રમુખ હાજી ફારૂખ લાંગિયા મક્કા મસ્જિદ ના ઇમામ મોલના અહમદ અલી અશરફી તેમજ પઠાણ સિકંદર ખાન હસન ખાન ઝંડા સાથે મળી નગરમાં વસવાટ કરતા ગરીબોની વહારે આવી તેઓની અનાજની જરૂરિયાતની દરકાળ લેતા ચોતરફી પ્રશંસા થઈ રહી છે.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

ગોધરા : શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીની સેમેસ્ટર – 6 ની પરીક્ષાનો સોશિયલ ડીસટન્સ સાથે પ્રારંભ થયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લા કલેક્ટરે વિશિષ્ટ સેવાઓ બદલ ચૂનંદા ૨૬ જેટલા અધિકારીઓ, કર્મચારીઓને સન્માનિત કર્યા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ૧૦૮ ના કર્મચારીઓએ મતદાન મથકોમાં મતદાન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!