Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહનાં સીધા માર્ગદર્શન હેઠળ આંગણવાડી બહેનો દ્વારા ઘરે-ઘરે ફરીને ટેક હોમ રેશન કીટનું વિતરણ કરાયું.

Share

કોરોનાની મહામારીથી બચવા માટે જાહેર કરાયેલા લોકડાઉનને અનુલક્ષીને પંચમહાલ જિલ્લામાં પણ આંગણવાડી કેન્દ્રો બંધ રાખવામાં આવેલ છે ત્યારે આંગણવાડીઓમાં નોંધાયેલ 6 માસથી 6 વર્ષની ઉંમરના બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો અને ધાત્રી બહેનોને ટેક હોમ રેશન કીટ આપી પૂરક પોષણ દ્વારા તેમની તંદુરસ્તી જળવાઈ રહે તેનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહના સીધા માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લામાં 1951 આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા છ માસથી ત્રણ વર્ષના 72,406 બાળકોને, 3 થી 6 વર્ષના 65,182 બાળકોને, 28,520 સગર્ભા અને ધાત્રી માતાઓને અને 52,853 કિશોરીઓ જેવા આંગણવાડીના લાભાર્થીઓને પોષણ સમતુલા જાળવી રાખવા ઘરે ઘરે ફરી નોંધાયેલ લાભાર્થીઓને બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણ શક્તિ ટેક હોમ રેશન કીટનું વિતરણ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના વાયરસ સંક્રમણના ભયને ધ્યાનમાં રાખીને આ વિતરણ સમયે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા સામાજિક અંતર જાળવવાની કાળજી લઇ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, વિતરણ કરવાની સાથે આ આંગણવાડી કાર્યકર બહેનો કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે લોક ડાઉનના નિર્દેશોનું પાલન કરી બહાર ન જવા, માસ્ક-સેનિટાઈઝરનો ઉપયોગ કરવા, ઘર સિવાયના બહારના લોકોના સંપર્કમાં આવવાનું ટાળવા, બહાર જતી વખતે સામાજિક અંતર જાળવવા જેવા બચાવના પગલાઓ વિશે સમજણ આપી લોકજાગૃતિનું કામ પણ કરી રહી છે. આ ઉપરાંત, લોકડાઉન દરમિયાન આરોગ્ય કર્મચારીઓ સાથે મળી હાઉસ-ટુ-હાઉસ સર્વેની કામગીરીમાં પણ અગત્યની ભૂમિકા બજાવી કોરોના સામે જિલ્લાને સુરક્ષિત રાખવા માટે લડવૈયાઓની ભૂમિકા ભજવી છે. આ 1951 આંગણવાડી કાર્યકર બહેનો પોતાના વિસ્તારમાં ઘરે-ઘરે જઇ ખાંસી, શરદી, તાવ, શરીરમાં દુ:ખાવો, શ્વાસમાં મુશ્કેલી સહિતના લક્ષણો અંગે તપાસ કરવામાં બીજા તબક્કાના સર્વેમાં પણ ભાગ લઈ રહી છે. કપરી પરિસ્થિત વચ્ચે પણ કાર્યરત આ બહેનોની એક જ અપીલ છે કે આપ સૌ ઘરમાં રહી પોતાની જાત અને એ રીતે દેશને કોરોનાથી બચાવો. આપના પોષણયુક્ત આહારની ચિંતા અમારા જેવા કર્મવીરો પર છોડી દો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

માંગરોળના TDO ચંદ્રકાંત પઢિયારના કથિત વિડિયો વાયરલ મામલે તાલુકા કોંગ્રેસ દ્વારા તંત્રને જગાડવાનો પ્રયાસ.

ProudOfGujarat

સુરત : ફુટવેર માં 12% જી.એસ.ટી લાદવામાં આવતાં સરકાર સમક્ષ ફુટવેર એસોસિયેશનનો વિરોધ.

ProudOfGujarat

અંકલેશ્વરની દેના બેંકનું બેંક ઓફ બરોડામાં મર્જ થયા બાદ ગ્રાહકોના ખાતામાંથી ખોટા ચાર્જ કાપતી હોવાની ફરિયાદ થઈ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!