Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-34 હેઠળનાં જાહેરનામાની અવધિ લંબાવાઈ.

Share

નોવેલ કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે તા.03/05/2020 સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકુફ રાખવા વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ લોકડાઉન દરમિયાન ધંધા-રોજગારનું સ્થળ છોડી પોતાના વતન તરફ જઈ રહેલા લોકો લોક ડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સીંગ અંગેના આદેશોનો ભંગ કરી રહ્યા છે. જેને ધ્યાનમાં લઈને પંચમહાલ જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ શ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-34 અન્વયે મળેલ સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર રોજગાર પૂરો પાડતા તમામ ઉદ્યોગો, વ્યાપારી/વાણિજ્ય સંસ્થાઓ-દુકાનો, કોન્ટ્રાક્ટરોએ તેમના તમામ પ્રકારના કામદારોને લોકડાઉનના સમય દરમિયાન તેમના ઉદ્યોગો, વ્યાપારી/વાણિજ્ય સંસ્થા-દુકાનો બંધ રહ્યા હોય તો પણ નિયત કરેલ મહેનતાણું નિયત કરેલ તારીખે કોઈપણ પ્રકારની કપાત વગર પુરેપૂરુ ચૂકવવાનું રહેશે. ભાડેથી રહેતા કામદારો અને શ્રમિકોના મકાન માલિકોએ એક મહિના સુધી ભાડું માંગવાનું રહેશે નહીં. જો મકાન માલિક ભાડે રહેતા શ્રમિકો અને વિદ્યાર્થીઓને ભાડાની જગ્યા છોડવાનું કહેશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટની જોગવાઈ અનુસાર પગલા લેવામાં આવશે. કોઈપણ ઉદ્યોગો, વ્યાપારી કે વાણિજ્ય સંસ્થા-દુકાનો, કોન્ટ્રાક્ટરો તેમના શ્રમિકોને બળજબરીપૂર્વક કામના રહેઠાણના સ્થળોને છોડવાનું કહી શકશે નહીં. આ પ્રકારના શ્રમિકોને રહેવા તથા જમવાની વ્યવસ્થા તેઓ જે સ્થળે કામ કરતા હોય તે સ્થળના માલિકે કરવાની રહેશે. આ જાહેર હુકમ તા.15/04/2020થી તા.03/05/2020 (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમ સરકારી ફરજ ઉપરના તેમજ સરકારશ્રી દ્વારા જાહેર કરેલ જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓના ધંધા/વ્યવસાયમાં સંકળાયેલા લોકોને તેમજ સક્ષમ અધિકારીશ્રીની મંજૂરી મેળવનારને લાગુ પડશે નહીં. આ જાહેરનામાના કોઈ પણ ખંડનો ભંગ કરનાર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-51થી 58 તથા ભારતીય દંડ સંહિતાની કલમ-188 અનુસાર શિક્ષાને પાત્ર ઠરશે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરનાં શક્તિનાથ વિસ્તારમાં 2 આંખલા વચ્ચે યુદ્ધ થતાં લોકોમાં ભય ફેલાયો.

ProudOfGujarat

ઝરવાણીથી માથાસર સુધીનાં નાળાઓ તથા નાના બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરતાં સાંસદ મનસુખ વસાવા.

ProudOfGujarat

ગોધરા નગર પાલિકા દ્વારા દીનદયાલ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત શહેરી સમૃધ્ધિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!