Proud of Gujarat
EducationFeaturedGujaratINDIAUncategorized

પંચમહાલ જિલ્લાની મોરવા હડફ તાલુકાની દાંતીયાવર્ગ ગામની પ્રાથમિક શાળાના વિધાર્થીઓ શા માટે મોબાઇલમાં ગેમ રમે છે ? જાણો

Share

 વિશેષ- અહેવાલ exlusive
વિજયસિંહ સોલંકી,(મોરવા હડફ) પંચમહાલ
 સ્ટોરીની હેડલાઈન વાચતા એવુ તમને મનમા એવુ થતુ હશે. નક્કી આ મોરવા હડફની શાળાના બાળકો મોબાઇલમા ગેમ રમી પોતાનો કીમતી સમય અને અભ્યાસને બગાડી રહ્યા હશે. પણ ના એવુ નથી.અહિ વાસ્તવિકતા અલગ છે.આ બાળકો જે ગેમ રમે છે.તે કોઇ સુપરમારીયો કે કેન્ડીક્રન્સની ગેમ નથી.તે એક ક્વિઝગેમ છે.બાળકો પોતાની શાળામા આપેલુ લેશન તો કરે છે.પણ ફુરસદના સમયમા તેઓ કે પછી રજાના દિવસે આ ક્વિઝગેમ રમે છે.
આજના યુગને મોબાઇલ યુગ કહેવામા આવે છે. મોબાઇલફોન મનુષ્યના જીવનનું જાણે અવિભાજ્ય અંગ બની ગયો છે.હવે તો મોબાઇલ ફોન જાણે નવો અવતાર લીધો હોય અમ સ્માર્ટફોનની બોલબાલા વધી છે.આજનુ બાળક સ્માર્ટફોનનો ઉપયોગ ગેમ રમવા માટે જ કરતુ હોય છે.ત્યારે આ સ્માર્ટફોનને શિક્ષણમા કેવી રીતે ઉપયોગી લઇ શકાય તેવા નવીનત્તમ વિચાર સાથે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાની દાતિયાવર્ગ પ્રાથમિક શાળાના શિક્ષક ઈમરાન શેખે અનોખો પ્રયોગ હાથ ધર્યોછે.જેમા શાળાના વિધાર્થીઓ પોતાના ધરના  રહેલા સ્માર્ટમોબાઈલમા ક્વિઝગેમ રમી શકે છે. અને પોતે રેન્ક પ્રાપ્ત કરી શકે છે.અને આ  આ ક્વિઝ અભ્યાસમા  શૈક્ષણિક વિષયોને લગતી હોવાથી વિધાર્થીઓને વધારે રસ લઇ રહ્યાછે.અને આજની વધતી જતી મોબાઇલ ટેકનોલોજી સાથે જ્ઞાન મેળવી રહ્યા છે.
     પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાની મોરવા હડફ તાલુકાની દાંતીયાવર્ગ પ્રા.શાળાના આ.શિક્ષક ઇમરાન એ.શેખ ટેકનોલોજી ને શિક્ષણ સાથે જોડાવા માટે અવનવા પ્રયોગો અમલમાં મૂકી રહ્યા છે ત્યારે આ વખતે શરૂ કર્યું છે ડિજિટલ ગૃહકાર્ય. આપણે જાણીએ છીએ કે બાળકોને મોબાઈલ સાથે રમવું ગમે છે અને આ રમતમાં કેટલીક વધારાની ગેમો સાથે તે પોતાનો કિંમતી સમય બગડે છે ત્યારે આ ડિજિટલ ગૃહકાર્યમાં બાળકોને ઓનલાઈન  ક્વિઝ આપવામાં આવે છે અને સાથે બાળકને આપવામાં આવેલી ક્વિઝ લિન્કમાં આ 6 આંકડાનો  કોડ નાખીને તે આ ક્વિઝ રમી શકે છે.જેમાં બાળક ટેકનોલોજી નો સદુપયોગ પણ કરે છે અને સાથે આ ઓનલાઈન રમતમાં નિઃસંકોચ પણે પોતાનો રેન્ક લાવવા માટે મહેનત પણ કરે છે.વિધાર્થીસાંજે આ ક્વિઝને રમીને પોતાનો શાળામાં કયો  રેન્ક છે તે પણ  નક્કી કરે છે.સાથે  આ ક્વિઝમાં શાળાના શિક્ષક રિપોર્ટ જોઈ શકે છે કે કેટલા બાળકોએ ક્વિઝ રમી છે અને કયો રેન્ક મેળવ્યો છે સાથે આ રિપોર્ટ ને ઇમેલ દ્વારા તેના વાલીને પણ મોકલી શકાય છે.
આ અંગે આ.શિક્ષક ઈમરાનભાઇ શેખએ અમારા પ્રતિનીધી સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે” આજના સમયમા બાળકો મોબાઇલમા ગેમ રમતા હોય સમયની બરબાદી કરતા હોયછે.ત્યારે આવી ગેમો મનોરંજન પુરતી હોય છે.જેમાથી બાળક કશુ શીખતુનથી.જ્યારે Quizizz.com.ની લીંક શેર કરુ છુ.હુ તેનો એડમીન છુ.અને શાળાના બાળકો જવાબ આપે છે.હાલમા જ આવનારા ગુણોત્સવને ધ્યાનમાં રાખીને મે ૧૫ પ્રશ્નોની ક્વિઝ બનાવી છે.”
  મોરવા હડફ તાલુકાની દાંતીયાવર્ગ પ્રાથમીક શાળાના આ પ્રયોગને ડીઝીટલ હોમવર્ક કહી શકાય ત્યારે પંચમહાલમા આવા શૈક્ષણિક પ્રયોગ કરનારી પ્રથમ સરકારી પ્રાથમિક શાળાછે.અન્ય સરકારી પ્રાથમિક તેમજ ખાનગી શાળાઓએ પણ આ પ્રયોગ થકી શિક્ષણને ડીઝીટલ બનાવાનો પ્રયત્ન કરવો જોઈએ.આ શાળાના શિક્ષક ઇમરાન પટેલ તેમજ અન્ય સ્ટાફ પણ શાળાના બાળકોને સારામા સારુ અને ટેકનોલોજી સાથેશિક્ષણ આપી તેમના જ્ઞાનમા વધારો કઈ રીતે કરી શકાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરે છે.આમ ડિજિટલ ઇન્ડિયા થકી બાળકોને ડિજિટલ શિક્ષણ પૂરું પાડતી આ શાળા ખરેખર અન્ય શાળાઓ માટે પ્રેરણાશ્રોત છે.

Share

Related posts

ભરૂચ શહેરમાં કારને અકસ્માત નડતા બે મુસ્લિમ ધર્મગુરુઓનું ઘટના સ્થળે નીપજ્યું મોત.

ProudOfGujarat

ભરૂચ એલ. સી. બી.એ અંકલેશ્વરના સજોદ ગામથી એક જુગારીને ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ : દોઢ વર્ષ પહેલા કોહિનૂર સોસાયટીમાંથી ચોરી થયેલ ઈકો ગાડીના સિકલીગર ગેંગ પૈકીનાં એક ઇસમની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!