Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં નેશનલ યુથ એવોર્ડ માટે નોમિનેશન નોંધાવા 15 થી 29 વર્ષનાં યુવાઓ અને સેવાભાવી સંસ્થાઓ 26 મી જૂન સુધી અરજી કરી શકશે.

Share

પંચમહાલ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની એક અખબારીયાદીમાં જણાવ્યા અનુસાર જિલ્લામાં રાષ્ટ્ર વિકાસની પ્રવૃતિ અને સામાજિક સેવાઓ સાથે સંકળાયેલ વ્યક્તિ કે સંસ્થાઓને નેશનલ યુથ એવોર્ડ આપવાની યોજના હેઠળ નોમિનેશન મંગાવવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા 15 થી 29 વર્ષની વય મર્યાદા તથા ભારતની નાગરિકતા ધરાવતા યુવાઓ અને સેવાભાવી સંસ્થાઓને સરકારની સ્વાસ્થ્ય, શોધ અને નવીનીકરણ, સાંસ્કૃતિક વારસો, માનવ અધિકારનો પ્રચાર, કલા અને સાહિત્ય, પ્રવાસન, પરંપરાગત ઔષધિઓ, સક્રિય નાગરિકતા, સમાજ સેવા, રમત-ગમત તથા સ્માર્ટ શિક્ષણ પ્રવૃતિઓ માટે નોંધપાત્ર અને નક્કર યોગદાન બદલ નેશનલ યુથ એવોર્ડ આપવાની યોજના અમલમાં છે. જે માટે તા. 27 મે થી તા.26 જૂન સુધીમાં My Gov Portal ની લિંક ઉપર નોમિનેશન મંગાવવામાં આવ્યા છે. યાદીમાં જણાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લામાં આવી પ્રવૃતિ સાથે સંકળાયેલ યુવાઓ તથા સેવાભાવી સંસ્થાઓએ એવોર્ડ માટે જિલ્લા રમત-ગમત કચેરી, સેવાસદન-2, રૂમ નં.-35 ખાતે તા. 18/06/2020 બપોરનાં 15:00 કલાક સુધીમાં અરજી કરવાની રહેશે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરુચ ના સભ્યો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ ને વિશિષ્ટ રીતે ઉજવવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચનાં ઝંઘાર ગામના શોએબ અબ્દુર રેહમાન પટેલ એ વેસ્ટ ઝોન હરીફાઈમાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો.

ProudOfGujarat

ભરૂચનાં કંથારીયા ગામે દારૂનો ધંધો કરતી બુટલેગર મહિલાઓએ આવેદનપત્ર આપનાર યુવાન પર હુમલો કરી માર મારતાં તાલુકા પોલીસ મથકમાં 6 મહિલા બુટલેગર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!