આજે જન્માષ્ટમી નિમિત્તે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવની સમગ્ર દેશ અને દુનિયામાં ઉજવણી થઇ રહી છે ત્યારે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરુચ ના સભ્યો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ ને વિશિષ્ટ રીતે ઉજવવામાં આવ્યો. ભરુચ શક્તિનાથ ખાતે આવેલ પાંજરાપોળ માં ગૌ વંશ સંવર્ધન,ગૌ રક્ષા અને ગૌ સેવાનાં શુભ સંકલ્પ સાથે ગૌ માતાની પૂજા-અર્ચના કરવામાં આવી અને ઘાસચારો અવડાવવામાં આવ્યો. જ્યારે પક્ષીઓને માટે ચણ નાંખી અને પક્ષીઓના ચણ માટે વધુ અનાજની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી હતી.
ગૌ-માતા એ પૃથ્વી ઉપરની કામધેનુ કહેવાય છે.ગૌ-માતાનાં દૂધ, દહીં, માખણ, છાસ, ઘી વગેરેમાં માનવનાં તન, મન વગેરેને પુષ્ટી કરી, પ્રભુ તરફ વાળતી શક્તિ પડેલી જ હોય છે. ગૌ-માતાના આશીર્વાદ આ લોક અને પરલોક સુધારી આપે છે. ભગવાન શ્રી કૃષ્ણે પણ ગાયો ચારી, ગૌ-સેવા અને ગૌ-પૂજા કરી સમગ્ર વિશ્વને ગોપાલનનો, ગૌ-સેવાનો અને ગૌ-પૂજાનો સંદેશો આપેલો .
તેથી જ આપણી ભારતીય સંસ્કૃતિ ની ધરોહર ગૌ વંશ ને બચાવવા માટે આ કાર્યક્રમ નું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY