પાલેજ રેલ્વે સ્ટેશન નજીક નવજીવન એક્સપ્રેસ ટ્રેનથી રન ઓવર થતાં  યુવકનું કરૂણ મોત..

પાલેજ :- ભરૂચના પાલેજ રેલવે સ્ટેશનથી દક્ષિણે સુરતનો એક યુવાન ગતરોજ સાંજના ૪.૩૦ વાગ્યા પેહલા પાલેજ રેલવે સ્ટેશનથી દક્ષિણે કિમી નંબર ૩૪૯/૨૬ – ૨૮ ની વચ્ચે ડાઉન રેલવે લાઈન ઉપર ટ્રેન નંબર ૧૦૬૫૬ નવજીવન એક્સપ્રેસની રનઓવર થતાં શરીરના ભાગથી કપાઈ જઈ મરણ પામેલ છે. મરનારની લાશની તપાસ કરતાં વાલી વારસો મળી આવતાં મૃતદેહની ઓળખ થઈ છે. નામ શેખ મોફીજ રહેમાન સરનામું હાલાડીયા શેરી.રાણી તળાવ, સુરત, મળી આવેલ હતુ.ભરુચ રેલવે પોલીસે કાયદેસર કાગળો કરી મૃતદેહને પી એમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતકના વાલીવારસોને સંપર્ક કરી ઘટના સંબંધી જાણ કરી હતી…

LEAVE A REPLY