Proud of Gujarat
FeaturedGujaratINDIA

હલધરવાસ ૧૦૮ ની ટીમે મહિલાની એમ્બ્યુલન્સમા પ્રસ્તૃતિ કરાવી, મહિલાએ જોડાયા બાળકોને જન્મ આપ્યો

Share

હલધરવાસ ૧૦૮ પર હાજર સ્ટાફ કેશરીસિંહ ઝાલા તથા પાયલોટ મહેન્દ્રસિંહ સોલંકી તાત્કાલિક કેસ મળતા તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સમા EMT દ્વારા પ્રસુતિ કરાવાઈ.

૧૦૮ ની ટીમ ઘટના સ્થળે પહોચતા માલુમ પડ્યું કે, દર્દી કવિતાબેન કમલેશભાઈ કુસવાહ ઉંમર વર્ષ ૨૩ બીજી વાર પ્રસૂતિના પુરા મહિના હતા, અને એમના રિપોર્ટ પરથી જાણવા મળ્યું કે twin pregnancy હતી. બેનને અસહ્ય દુખાવો થતો હતો ત્યાર પછી દર્દીને ચેક કરી એમ્બ્યુલન્સમાં લીધા હતા. પરતું સંજોગો એવા હતાં કે અતિશય દુઃખવાનાં લીધે ૧૦૮ એમ્બ્યુલન્સ EMT દ્વારા પ્રસુતિ કરાવી પડે તેમ હતી. તાત્કાલિક ઉપલા અધિકારીની સલાહ લઈને એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવાઈ હતી. પ્રસુતિ કરાવતા દરમ્યાન પ્રથમ બાળકને ગર્ભનાળ ગળાની પર વીંટળાયેલા હતી, એટલે સાવચેતી પૂર્વક પ્રસુતિ કરાવી, ત્યારબાદ બીજું બાળક ઊંધું(Breech) હતું, તે બાળકને પણ ખૂબ જ સાવચેતી પૂર્વક પ્રસુતિ કરાવી હતી, બંને બાળકોનું વજન પણ ઓછુ હતું, ઉપરી અધિકારીની સલાહ પ્રમાણે જરુરી તાત્કાલિક સારવાર આપી જોડીયા બાળકોની પ્રસુતિ કરાવ્યા બાદ અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં બંને બાળકો અને તેમની માતાને દાખલ કરવામાં આવી છે. કવિતાબેનની સાથે આવેલા તેમના પતિ અને કમલેશભાઈ કુસવાહ તેમને ૧૦૮ ની ટીમનો ખુબ ખુબ આભાર માન્યો હતો. આવી ઉમદા, ઉત્કર્ષ અને કર્તવ્ય નિષ્ઠા પૂર્વક ફરજ ૧૦૮ ની ટીમે બજાવી તે બદલ હોસ્પિટલના હાજર ડોક્ટર તથા સ્ટાફે ગુજરાતની જીવાદોરી સમાન ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો ખુબજ આભાર માન્યો અને હલધરવાસ ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ ઇ એમ ટી તેમજ પાઈલોટનો પણ ખુબ ખુબ આભાર માનીને એમની આ કામગીરીને બિરદાવી હતી.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અમદાવાદ ખાતે ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલમાં ભાગ લેતા જિલ્લાનાં બે ખેડૂતોનાં બે દિવસમાં જ બધા ઉત્પાદનોનું વેચાણ થયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયતની પાછળ આવેલ રતન તળાવ મસ્જિદ પાસે કચરાના ઉકરડા : તંત્રના સ્વચ્છ અભિયાનના દ્રશ્યો આવ્યા સામે…!

ProudOfGujarat

નેત્રંગ : અનાજ કારીયાણાનાં વેપારની આડમાં ગુટકા,બીડી,તમાકુનો વેપલો કરતા વેપારીઓ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!