જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત ક્રિયાત્મક સંશોધન કાર્યશાળા યોજવામાં આવ્યો હતો. તેમાં સંશોધનના તમામ પગથિયાંની સમજૂતી આપવામાં આવી હતી. વર્ગખંડોમાં અનુભવાતી સમસ્યાઓની માહિતી મેળવી સંશોધન કરવા અંગે જણાવ્યું હતું. ડાયટના પ્રાચાર્યા કલ્પનાબેન ઉનડકટ દ્વારા કાર્યશાળાને અનુરૂપ વક્તવ્ય આપી બધાને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાર્થના, ભજન, ધૂન હિરેનભાઈ દિહેણિયાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા, સંચાલન ડાયટ લેક્ચરર ડી. એસ. ભાભોર તેમજ આર. આર.સેંજલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. તજજ્ઞ તરીકે ડૉ. રાહુલભાઈ ટંડેલ અને ડી.એસ.ભાભોર દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવી હતી.
Advertisement