Proud of Gujarat
GujaratFeaturedINDIA

23મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વલસાડના જૂજવા ગામે 600 કરોડની પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરશે.

Share

23મીએ વડાપ્રધાન મોદી વલસાડના જૂજવામાં 600 કરોડની પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત -પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કરશે લોકાર્પણ વરસાદી માહોલ વચ્ચે તમામ તૈયારીઓને આખરી ઓપ :40 હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા: તમામ કર્મચારીઓની રજા રદ:ધરમપુર રોડ પર હોર્ડિંગ્સ લગાવાયા

વલસાડ :(કાર્તિક બાવીશી )આગામી 23મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વલસાડના જૂજવા ગામે 600 કરોડની પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરશે વલસાડમાં પીએમ મોદીના આગમનને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. ધરમપુર રોડ પર વિવિધ સ્થળોએ પીએમના આગમનને લઇને હોર્ડિંગ્સ લગાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ સતત પડી રહેલા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સાથે 40 હજાર લોકો બેસી શકે અને જરૂર પડે બીજી બેઠક વ્યવસ્થા ઉભી થઇ શકે એ વ્યવસ્થા પણ કરવામાં આવી છે હેલિપેડ પાસેના 50 જેટલા વૃક્ષોનું છેદન કરવામાં આવતા લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.

Advertisement

Share

Related posts

નેત્રંગમાં જલ સે નલ તક યોજનાને પાંચ વર્ષને ત્રણ માસનો સમય ગાળો પૂર્ણ થયો હોવા છતા કામગીરી અધૂરી.

ProudOfGujarat

અંકલેશ્વર પંથકમાં ભર બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટા વરસ્યા હતા

ProudOfGujarat

ખેડા : કૃષિ મેળામાં કેન્દ્રીય સંચારમંત્રી દ્વારા મીલેટસની ખેતી કરતા ખેડૂતોને સન્માનિત કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!