Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : પાનોલી GIDC માં આવેલ ન્યુટેક એગ્રો કંપનીમાં કર્મચારીને ગેસની અસર થતાં સારવાર અર્થે ખસેડાયો.

Share

અંકલેશ્વર GIDC માં આવેલ વિવિધ કંપનીઓમાં ગેસ ગળતરની ઘટનાઓ હવે સામાન્ય બની છે. કામદાર સંગઠનોએ વારંવાર આવેદનપત્ર અને રજૂઆતો કરી હોવા છતાં કંપનીઓ દ્વારા કામની સુરક્ષા અંગે કોઈ પગલાં લેવામાં આવતા નથી અને કંપનીઓ દ્વારા કામદારો પર માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહયો છે. અકસ્માતનાં આવા બનાવોનાં પગલે કામદારોમાં ભયની લાગણી ફેલાય ગઈ છે. અંકલેશ્વર નજીક આવેલ પાનોલી GIDC ની પણ આ જ હાલત છે. પાલેજ GIDC માં આવેલ ન્યુટેક એગ્રો કંપનીમાં એક કર્મચારીને ગેસની અસર થતાં તેને ભરૂચની હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ છે. હાલ મળતી માહિતી મુજબ અંકલેશ્વર રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

શ્રીમાળી પોળ જૈન દેરાસરમાં ભક્તિભાવથી મહાવીર જયંતિ ઉજવાઈ 

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અંકલેશ્વર તાલુકામાં સૌથી વધુ ૮૧ મિ.મિ વરસાદ નોંધાયો

ProudOfGujarat

આમોદ : કેનાલમાં ભંગાણ પડતાં ખેડૂતનાં ઉભા પાકને નુકશાન થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!