Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજકોટ જિલ્લાના ધોરાજીના સુપેડી નજીક સોના ચાંદીના વેપારીને લૂંટી લેવાતા ચકચાર.

Share

રાજકોટ પથકમાં ચોરી અને લૂંટના બનાવો વધી રહ્યા છે તયારે એમ કહી શકાય કે અસામાજિક તત્વો પોલીસ તત્રને પડકાર ફેંકી રહ્યા છે હાલમાં જ રાજકોટ જીલ્લાના ધોરાજીના સુપેડી નજીક સોના ચાંદીના વેપારીને લૂંટી લેવામાં આવ્યો હોય તેવી ઘટના સપાટી પર આવતા સનસનાટી ફેલાઈ ગઈ છે. સોના ચાંદીના વ્યાપારીની લૂંટ થઈ હોવાની ઘટના સામે આવતા હાલ તો પોલીસે તપાસની શરૂઆત કરી છે પરંતુ આ ઘટના અંગે હજી પોલીસને કોઈ કડી મળી ન હોવાનું જાણવા મળી રહ્યું છે આ દિલધડક લૂંટના બનાવ અંગે વિગતે જોતા રાજકોટના ધોરાજીના સુપેડી નજીક ઉપલેટાના સોની વ્યાપારીને લૂંટવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

આ લૂંટની ઘટના ઝાંઝમેર રોડ પર લૂંટની ઘટના બની હોવાનું જણાઈ આવ્યું છે. લૂંટના બનાવ સમયે સોના ચાંદીનો વેપારી મોટરસાયકલ ઉપર ઉપલેટા તરફ જઈ રહ્યો હતો ત્યારે વ્યાપારીને માર મારી લૂંટવામાં આવ્યો હોવાની હકીકત પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ છે. આ લૂંટની ઘટના અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે તપાસના ભાગરૂપે પોલીસે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી લુંટ કરનારને ઝડપવા માટેની તજવીજ હાથધરી હતી. સોનીના થેલામા રહેલ મુદ્દામાલ સોના ચાંદી સહિતનો માલ લૂટ થયેલ હોય તેવુ પ્રાથમિક તબક્કે જણવા મળેલ,કેટલો મુદ્દામાલ હતો હજુ તપાસ ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

રાજ્યમાં 18 થી 44 વર્ષનાં લોકોએ રસીકરણ માટે હજુ જોવી પડશે રાહ !

ProudOfGujarat

કરનાળી જુથ ગ્રામ પંચાયત બહારથી આવતા પ્રવાસીઓ તેમ જ અસ્થિ વિસર્જન કરવા કરનાળી આવતા લોકો માટે પ્રતિબંધ ફરમાવ્યો.

ProudOfGujarat

હાર્દિક પટેલના ખાસ સાથીદાર નો વિડીયો થયો વાયરલ : હવે આ બાબત પર હાર્દિક પટેલ શું કહે છે તે જોઈશું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!