Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરનાળી જુથ ગ્રામ પંચાયત બહારથી આવતા પ્રવાસીઓ તેમ જ અસ્થિ વિસર્જન કરવા કરનાળી આવતા લોકો માટે પ્રતિબંધ ફરમાવ્યો.

Share

– દેશભરમાં અસ્થિ વિસર્જન માટે જાણીતું કરનાળી નર્મદા તટે અસ્થિ વિસર્જન માટે મોટી સંખ્યામાં ઉમટતા લોકો માટે બ્રેક લગાવાઇ.

– કુદરતની બલિહારી કહો કે તે કરુણતા તે આનું નામ મૃતકને પવિત્ર નર્મદામાં અસ્થિ વિસર્જન માટે જગ્યા નથી !

Advertisement

– બહારથી આવતા પ્રવાસીઓ તેમજ અસ્થિ વિસર્જન કરવા આવતા લોકોને કરનાળી ગામમાં પ્રવેશ નહીં કરવા ગ્રામ પંચાયતે નિર્ણય પ્રવેશ બંધી ફરમાવી દીધી.

રાજપીપળા : ગુજરાતભરમાં કોરોનાના કેસો વધતા જતા હોવા ઉપરાંત મરણનો આંકડો ક્રમશઃ વધી રહ્યો છે ત્યારે હવે મૃતકોના અગ્નિ સંસ્કાર અને નર્મદા કિનારે ક્રિયાકરમ અને અસ્થિ વિસર્જન માટે લાઈને પડી રહી છે. તો બીજી તરફ સરકારની ગાઈડલાઈન મુજબ મૃત્યુ પ્રસંગમાં ૫૦ થી વધુ લોકોને જવાની મનાઈ છે તો નદી કિનારે પણ હવે વિધિ માટે પાંચથી વધુ લોકોને જવા દેવાતા નથી છતાં લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તે માટે લોકો નિયમો તોડીને નર્મદા કિનારે અસ્થિ વિસર્જન કરવા હડિયાદોડી કરી રહ્યા છે ત્યારે દેશભરમાં અસ્થિ વિસર્જન માટે જાણીતું કરનાળી નર્મદા તટે અસ્થિ વિસર્જન માટે મોટી સંખ્યામાં આવતા લોકો માટે બ્રેક લગાવી છે.

 કરનાળી જુથ ગ્રામ પંચાયતે બહારથી આવતા પ્રવાસીઓ તેમજ અસ્થિ વિસર્જન કરવા કરનાળી આવતા લોકો માટે પ્રતિબંધ ફરમાવી બહારના લોકોને ગ્રામમાં પ્રવેશ કરવો નહીં તેવો આદેશ કરી દેવાયો છે. કરનાળી જુથ ગ્રામ પંચાયત દ્વારા કરનારી જુથ ગ્રામ પંચાયત દ્વારા જાહેર જનતાને આ અંગે અપીલ કરી છે કે કોરોના વધુ ફેલાવો ના થાય તે માટે કરનારી ગ્રામમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. તેથી બહારથી આવતા પ્રવાસીઓ તેમજ અસ્થિ વિસર્જન માટે કરનારી ગામમાં પ્રવેશ નહીં કરવા ગ્રામ પંચાયતે નિર્ણય પ્રવેશ બંધી ફરમાવી દીધી છે.

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ,રાજપીપળા


Share

Related posts

માટીનું દાન કરનાર ઝગડીયા જીઆઈડીસીની નામાંકિત કંપની અંગેની અંગત-સંગત વાતો તેમજ હકીકતોથી સનસનાટી.

ProudOfGujarat

આમોદ પોલીસે કોલવણા ગામ વિસ્તારમાંથી જુગારધામ ઝડપી પાડયું કુલ 5 જુગારીઓની અટક કરી રૂ.35,000 કરતાં વધુ મત્તા જપ્ત કરી.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં થનારી ઉજવણીના પૂર્વ આયોજન અંગે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપદે યોજાયેલી બેઠક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!