Proud of Gujarat
GujaratFeaturedINDIA

માટીનું દાન કરનાર ઝગડીયા જીઆઈડીસીની નામાંકિત કંપની અંગેની અંગત-સંગત વાતો તેમજ હકીકતોથી સનસનાટી.

Share

દાન અનેક પ્રકારના પરંતુ માટીનું દાન કરનાર કંપની કદાચ વિશ્વમાં એકમાત્ર.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી સ્થિત એક નામાંકિત કંપની સતત મોટી માત્રામાં માટીનું દાન કરી રહી છે. માટીનું ખોદકામ કરી તેનું વેચાણ કરી ભરૂચમાં કરોડપતી બનનારાઓને આ હકીકત થી કદાચ આશ્ચર્ય થાય પરંતુ ચર્ચા એવી છે કે ઝગડીયા જીઆઈડીસીની નામાંકિત કંપની કોઈ કારણોસર ખૂબ મોટી માત્રામાં માટીનું પોતાની જ કંપનીમાં ખોદકામ કરી કોઈપણ જાતનું વણતર લીધા વગર ખેડૂતોને અને અન્યોને માટીનું દાન કરી રહી છે. આજુબાજુના ગામોમાં પણ પોતાના ખર્ચે કંપની દ્વારા ખોદકામ કરી માટી મોકલવામાં રહી છે. આ પ્રશ્ન બિલકુલ સ્વભાવિક છે કે જ્યારે માટી ખૂબ જ કીમતી બની ગઈ છે ત્યારે કંપની દ્વારા લગભગ મફત માટી આપવા પાછળનું રહસ્ય શું..?

Advertisement

તે અંગેની તપાસ કરતા જાણવા મળ્યું છે કે આમાં ચોંકાવનારી વિગતો સાંપડી રહી છે. કહેવાય છે કે કંપની દ્વારા હાનીકારક કેમિકલ અને અન્ય તત્વો મિશ્રિત માટી કે જે પર્યાવરણને હાનિકારક અને નુકસાનકારક હતી તે પર્યાવરણના કાયદાના સકંજામાંથી બચવા માટે પોતાની કંપનીની ફાજલ જમીનમાં છોડી ગઈ તેમાં બહારથી માટી લાવી મિશ્રિત કરી તે પોતાની કંપનીની ફાજલ જમીનમાં વર્ષોથી પાથરતા આવ્યા હોવાની ચર્ચા છે. સમય જતા આ કંપનીનું એક્સપાન્સન કરવા અંગેની તૈયારીઓ થવા માંડી છે ત્યારે કંપનીના સંચાલકો જાણતા હતા કે કંપનીની જમીનમાં કેવું કેમિકલ ઝેર ઓગળ્યું છે તેથી કંપનીનું એક્સપાન્સન કરતા પહેલા આ ભૂમિવિષને દૂર કરી જમીનને ઝેરમુક્ત કરવી અનિવાર્ય બની ગઈ. કંપનીના સંચાલકોએ ખેડૂતો નજીકમાં આવેલા ખુલ્લા પ્લોટો, ગ્રામ પંચાયતની ફાજલ જમીન, રોડ રસ્તાની બાજુમાં તેમજ જીઆઇડીસીના કેટલાક પ્લોટોમાં આ ઝેરી માટી સગેવગે કરવાનું શરૂ કર્યું. ભોળા ખેડૂતોને મફતમાં માટી મળી રહી છે તેમ સમજી તેઓએ આ માટી કંપની પાસેથી મેળવી લીધી.

આ આખું પ્રકરણ વાગતું વાગતું જાગૃત નાગરિકો દ્વારા જીપીસીબીના કાને પહોંચાડ્યું તેથી આવા પર્યાવરણને હાનિ પહોંચાડનાર ઝેરી માટી અંગે પોતાની ફરજ સમજી તપાસ આદરી છે. જેના પગલે કંપનીના સંચાલકોમાં અને કેટલાક સ્થાપિત હિતો માં ફફડાટ ફેલાઈ ગયો છે જો આ માટી અંગે તાત્કાલિક નિર્ણય નહીં લેવાય તો ખૂબ જ ભયંકર પરિણામો ઉદ્ભવે તેવી સંભાવના છે. પર્યાવરણ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર જમીન પ્રદૂષણ એ જળ પ્રદૂષણ કરતા વધુ ખતરનાક હોય છે ત્યારે સજીવ વનસ્પતિ તેમજ મનુષ્ય લોકો માટે નિર્ણય લેવાય તે જરૂરી છે.

નાયક જ ખલનાયકની ભૂમિકામાં…

પર્યાવરણ જતન અંગે નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરતી કંપની દ્વારા જ પર્યાવરણને જોખમ…

માટીનું દાન કરનાર કંપની કુખ્યાત થઈ રહી છે ત્યારે આ કંપની અંગે વધુ ચોંકાવનારી બાબતો જાણવા મળી રહી છે જેમકે આ જ કંપનીએ આડાઅવળા રસ્તાઓ અપનાવી રાષ્ટ્રીય સ્તરના પર્યાવરણ અંગેના એવોર્ડ પ્રાપ્ત કરેલ છે અને પોતે પર્યાવરણવાદી હોવાની છાપ ઉભી કરેલ છે. આ કંપનીના કાર્યકર્તાઓ સમગ્ર જિલ્લામાં વિવિધ સ્થાનોએ કંપનીઓ નેટવર્ક ધરાવે છે. તેના કારણે તેમનો દબદબો સરકારી કચેરીઓ માં રહે છે વારંવાર તેઓએ પર્યાવરણ અંગે સર્વોચ્ચ એવોર્ડ મેળવ્યો હોવાથી ગુલબાંગો હાંકે છે તેથી એમ કહી શકાય કે નાયક જ ખલનાયક હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

 

-દિનેશ અડવાણી


Share

Related posts

सलमान और जैकलिन के साथ झूमने के लिए हो जाइए तैयार 

ProudOfGujarat

જંબુસરના ઈસ્લામપુરા ગામે દરિયાની પ્રોટેકશન વોલ તૂટી જતાં દરિયાના પાણી ગામમાં ઘુસ્યા, નવી નગરી વિસ્તારના લોકોને સ્થળાંતર કરાયા.

ProudOfGujarat

પંચમહાલ-અડાદરામાં ડૉ. પ્રેમનાથે મહિલાને સ્ટ્રેચર પર સુવડાવી અડપલાં કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!