Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં ગુરૂનાનક જયંતિ તેમજ દેવ દિવાળીના ભક્તિમય સંગમથી સમગ્ર વાતાવરણ ભક્તિરંગથી રંગાઇ ગયુંં.

Share

ભરૂચ જિલ્લામાં ગુરૂનાનક જયંતી તેમજ દેવ દિવાળી પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ.

આજે ગુરૂનાનક જયંતિના પવિત્ર દિવસે શીખ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે શહેરના કસક સ્થિત ગુરૂદ્વારા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. શીખ સમાજના લોકોએ ગુરૂનાનકજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. તદુપરાંત નેશનલ હાઇવે પર લુવારા ગામે આવેલાં ગુરૂદ્વારા ખાતે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા. આ પાવન અવસરે ગુરુદ્વારા ખાતે લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં શીખ સમાજના લોકોએ લાભ લીધો.

Advertisement

કારતકી પૂર્ણિમા અને દેવ દિવાળી નિમિત્તે મંદિરોને કલાત્મક રોશનીથી શણગારવામાં આવ્યા. વહેલી સવારથી લોકોએ મંદિરોમાં જઇને પ્રભુના દર્શન કર્યાં. જયારે આજરોજ કારતકી પૂર્ણિમા હોવાથી મંદિરોમાં પણ લોકોની ભારે ભીડ જામી હતી. દિવાળી બાદ લોકોએ દેવ દીવાળીની પણ હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી. દેવ દિવાળી ટાણે પણ ફટાકડાઓની ગુંજથી દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.


Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી સેવા સદન ખાતે સંકલન સમિતિ ની બેઠક યોજાઇ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામે રેતીની લિઝમાં થયેલ લેતી દેતીના મુદ્દે વિવાદ.

ProudOfGujarat

ઝઘડિયાના ઉમલ્લાની શૈક્ષણિક સંસ્થાએ ૨૫ વર્ષ પુર્ણ કરતા કાર્યક્રમ યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!