Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં રોકેટ ગતિએ વધતાં કોરોનાનાં સંક્રમણને અટકાવવા તથા પ્રજાને વધુ સારી સારવાર અને સુવિધા મળી રહે તે માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસે પ્રભારી સચિવને રજૂઆત કરી.

Share

સમગ્ર ગુજરાતમાં તેમજ ભરૂચ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે ત્યારે ભરૂચમાં કોરોનાનાં પોઝીટીવ કેસોની સંખ્યા અને મૃત્યુદર વધી રહ્યો છે આથી પ્રજાને પડતી હાલાકી દૂર કરવા અને કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર કોંગ્રેસનાં પ્રમુખ તેજપ્રીત શોખી અને સંદીપભાઈ માંગરોલા, દિનેશ અડવાણી, સુલેમાન પટેલ, હેમેન્દ્ર કોઠીવાળા, હસુભાઈ પટેલ, સલિમ અમદાવાદી, વિરપાલસિંહ અટોદરિયા નાઓ દ્વારા ભરૂચ જિલ્લાપ્રભારી સચિવ, ઉર્જા વિકાસ સેક્રેટરીને લેખિત પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

આ લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચની સિવિલ હોસ્પિટલ, ESI અંકલેશ્વર સહિત રેફરલ હોસ્પિટલ જંબુસરમાં નોન ઓકસીજન બેડની સંખ્યામાં વધારો કરવો જોઈએ. મેડિકલ કોલેજ બિલ્ડીંગનો પણ સમાવેશ કરવો જોઈએ. ઘેર-ઘેર સર્વે કરી ટેસ્ટિંગ કરવું જોઈએ. સંક્રમિત દર્દીની કેસ હિસ્ટ્રી તેમજ મૃત્યુ થનારનું ડેથ ઓડિટ તાત્કાલિક થવું જોઈએ. ભરૂચ જીલ્લામાં કોરોનાનાં દર્દીઓને થતી અગવડતા નિવારવા માટે આ લેખિત પત્રમાં 25 મુદ્દામાં વિવિધ આયોજનો હાથ ધરવા માટે જણાવાયું છે. કોવિડ-19 નાં નામે ખૂબ જ મોટા બિલ બનાવવામાં આવે છે. આ અંગે ડોકટર, ચાર્ટર્ડ એકાઉન્ટન, સામાજીક કાર્યકરની કમિટી બનાવી નફાખોરી કરનાર સામે સમીક્ષા કરવી જોઈએ તથા ભરૂચની આસપાસ આવેલ ઓ.એન.જી.સી, અંકલેશ્વર રીલાયન્સ, દહેજ બિરલા સહિતનાં સ્થળો ઉપર અંકલેશ્વર નગરપાલિકાએ MOV કરી કોવિડ હોસ્પિટલોમાં ફેરવણી કરવી જોઈએ તેમજ જૂની ભરૂચ ડિસ્ટ્રીકટ બેંક હતી ત્યાં 50 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવા સહિતની કોંગ્રેસી આગેવાનોએ માંગણી કરી છે. આ તમામ રજૂઆતને હકારાત્મકતાથી અપનાવી સરકાર દ્વારા ગુજરાત ઉર્જા નિગમને અમલીકરણ કરવા માટે વિસ્તૃત 25 માંગણી કરી છે. કોંગ્રેસ વહીવટી તંત્રને મદદ કરવા ઈચ્છે છે જે વાત ધ્યાને લઈ તાત્કાલિક સગવડ કરવા કોંગી આગેવાનોએ માંગણી કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના જંબુસર રિંગ રોડ પર આવેલ છાત્રાલય પાસે ટ્રક ની અડફેટે પટકાયેલ મોટરસાયકલ સવાર ઇશમ નું મોત નીપજ્યું હતું…

ProudOfGujarat

સુરેન્દ્રનગર ખાતે 1551 ફૂટ લાંબા તિરંગા સાથે ‘તિરંગા યાત્રા’ યોજાઈ, સમગ્ર શહેર દેશભક્તિનાં રંગે રંગાયુ

ProudOfGujarat

ભરૂચ મકતમપુર જી.ઇ.બી. ખાતે સ્થાનિક લોકો એ હોબાળો મચાવ્યો હતો. એલ.ઇ.ડી. બલ્બ રિપ્લેસ કરવા માટે ધક્કા ખવડાવતા હોવાની ફરિયાદો સાથે લોકોએ હોબાળો મચાવ્યો હતો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!