Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : શહેરાનાં પાલીખંડા ગામ પાસે એકટીવા અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત, બે યુવતીઓને ગંભીર ઇજા.

Share

પંચમહાલ જીલ્લાનાં શહેરા તાલુકાનાં પાલીખંડા ગામ પાસે આવેલા મરૂડેશ્વર મંદિર નજીક ગોધરા- લૂણાવાડા હાઈવે માર્ગ ઉપર એકટીવા અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસની ટકકર વાગવાને કારણે એકટીવા ચાલક યુવતિ અને તેની સાથે પાછળ બેઠેલી યુવતિ રસ્તા પર ફંગોળાઈ હતી.અકસ્માતને પગલે આસપાસનાં સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ ઇમરજન્સી સેવાને જાણ કરવામા આવી હતી. આથી બંને યુવતીને ૧૦૮ દ્વારા ગોધરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાની માહીતી મળી છે. સુરતથી લુણાવાડા વિરપુર તરફ આ બસ જતી રહી હતી. મરૂડેશ્વર મંદિરથી આગળ વળાંક પાસે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ડ્રાઇવર અને કંડકટર અકસ્માત સ્થળેથી જતા રહ્યા હોવાનુ સ્થાનિકોમાં ચર્ચાતુ હતું .આ યુવતીઓ શહેરા નગરની હોવાની પણ માહિતી મળી છે. અકસ્માતની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

આજથી કમુરતા શરૂ થતાં લગ્ન કે શુભ પ્રસંગો નહિ થાય…

ProudOfGujarat

માંગરોળ તાલુકાના પાલોદ ગામે રૂ.૧૨૬ કરોડની મહુવેજ જુથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

મેડવે ટેકનોલોજીસના મેડપે કનેક્ટેડ કેર નેટવર્ક દ્વારા આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ તેના ગ્રાહકો માટે રજૂ કરે છે કેશલેસ ઓપીડી સર્વિસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!