Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ.

Share

સમગ્ર ભારતમાં ૧૫ મી ઓગસ્ટના દિવસે ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વ દિનની ઉજવણી કરાશે. જેની આગોતરી તૈયારીને લઈને દેશમાં સમગ્ર જગ્યાએ આ દિનની ઉજવણીને લઈને હર કોઈ ઉત્સુક છે. જેમાં ગુજરાતમાં પણ આ દિનની તૈયારીઓ શરુ થઇ ગઇ છે.

જે અંતર્ગત પંચમહાલ જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગોધરામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થનાર હોય આ દિનની આગોતરી તૈયારીઓને લઈને તૈયારીઓ કરવા અંગે જીલ્લા સેવાસદન-૧ ના સભાખંડ ખાતે જીલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં તથા જીલ્લા પોલીસ અધિક્ષક લીના પાટીલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ.

Advertisement

આ બેઠકમાં કલેકટર સુજલ મયાત્રાએ જણાવ્યું કે, જે તે વિભાગના અધિકારીઓને જે કામગીરી સોંપવામાં આવી છે. તેને ચીવટ પૂર્વક નિભાવવાની રહેશે. ૧૫ મી ઓગસ્ટના દિવસે સ્થળ પર દરેક વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહેવું. જીલ્લાના મુખ્ય મથકે સ્થળની પસંદગી કરી સ્થળની સફાઈ, કામગીરી, ગામોની સાફ સફાઈની કામગીરી સુશોભન તેમજ ધ્વજ વંદન અને સ્ટેજ, પરેડ, વગેરે માટે મેદાનને તૈયાર કરવું, કાર્યક્રમમાં ગરીમા પૂર્વક ઉજવાય તેવી કામગીરી કરવી, ધ્વજવંદનના સ્થળે માઈક, લાઈટ તથા ઇલેક્ટ્રિક સપ્લાય અવિરત મળે તે માટેની જરૂરી કામગીરી, પ્રોટોકોલ મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવી, મહેમાનો, સ્વાતંત્ર્ય સેનાનીઓને તેમની જગ્યાએ બેસાડવાની, સ્વાગત કરવાની, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ધ્વજવંદનના સ્થળે ધ્વજદંડ, સ્ટેજ, તેમજ ધ્વજની આચારસંહિતા જાળવવાની કામગીરી, સ્ટેજ સુશોભનની કામગીરી, વૃક્ષારોપણ વ્યવસ્થા કરવી, ટ્રાફિક તથા વાહન પાર્કિંગની વ્યવસ્થાની કામગીરી કરવી તથા સમગ્ર ઉજવણી સોશિયલ ડિસ્ટન્સ સાથે કરવા અનુરોધ કર્યો.

આ બેઠકમાં જીલ્લા નિવાસી કલેકટરશ્રી મહીપાલસિંહ ડી. ચુડાસમા, તેમજ અન્ય વિભાગના સંબધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

રાજપીપળા : નાંદોદ તાલુકાના માંગરોલ ગામની સીમમાં શ્રાવણીયો જુગાર ઝડપાયો.

ProudOfGujarat

જીવન જરૂરી ચીજવસ્તુઓનાં ભાવ આસમાને જતાં આમ આદમી પરેશાન….જાણો વધુ.

ProudOfGujarat

નર્મદા : ગુજરાતમાં પત્રકારો ઉપર સરકારી તંત્ર દ્વારા થતા અત્યાચારનાં વિરોધમાં નર્મદાનાં પત્રકારોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!