Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ : હાલોલ પાસે આવેલી ખાનગી કંપનીમાં બોઈલર ફાટયુ : ત્રણ કામદારો ગંભીર રીતે દાઝયા.

Share

પંચમહાલ જીલ્લાના હાલોલ ગામ પાસે આવેલા એક ઔધૌગિક એકમમાં બોઇલર ફાટતા બ્લાસ્ટ થયો હતો. જેમા ત્યા ફરજ બજાવતા ત્રણ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા.

હાલોલ તાલુકાના પાસે આવેલી એક ખાનગી કંપનીમા એકાએક બોઇલરનુ તાપમાન વધી જતા બ્લાસ્ટ થયો હતો. જેના કારણે એકમમા કામ કરતા ત્રણ કામદારો દાઝી જતા ઇજાગ્રસ્ત બન્યા હતા. ફાયર ફાયટર અને પોલીસની ટીમ, સ્થાનિક તંત્રની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. કંપનીની નજીકમા રહેતા લોકોએ આક્ષેપ લગાવ્યો હતો બ્લાસ્ટને કારણે અમારા ઘરની દિવાલો પર તિરાડો પડી ગઈ હતી. આ કંપનીમા રીએકટરને ઓવર લીમીટ પર પ્રેસર આપે છે. તેમની પાસે એપ્રુઅલ પણ નથી. તેમની પાસે કોઈ સેફ્ટી ઓફીસર નથી. આસપાસની કંપનીઓના રિએકટર ઓવર લીમીટમાં ચાલે છે. તેમનુ ઓડીટ પણ થતું નથી. કોઈ અધિકારીઓ પણ અમે તપાસમા આવતા જોયા નથી.

પંચમહાલ હાલોલ : રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

વિદેશી શરાબના જથ્થા સાથે છોટાઉદેપુરથી વડોદરા આવેલ બે યુવક ઝડપાયા.

ProudOfGujarat

વડોદરાની MS યુનિવર્સિટીની ટેકનોલોજિ ફેકલ્ટીમાં ત્રિ-દિવસીય પરામર્શ ફિએસ્ટાનો પ્રારંભ

ProudOfGujarat

હવામાન વિભાગે આપેલા ઓરેન્જ એલર્ટ વચ્ચે ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી જ પાણી નજરે પડ્યું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!