Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ : શહેરામાં યોજાયેલા લગ્નપ્રસંગના વરઘોડામાં બગીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

Share

પંચમહાલ જીલ્લાના શહેરા પરવડી વિસ્તારમાં લગ્નપ્રસંગે નીકળેલા વરઘોડામાં વરરાજાની બગીમા આતશબાજી કરતા આગની ઘટના બની હતી. સ્થાનિક લોકોએ નજીકની દુકાનમાંથી આગ ઓલવાનો ફાયર સિલેન્ડર લાવીને આગ ઓલવી હતી.

શહેરા નગરમાં લગ્ન પ્રસંગે નીકળેલો વરઘોડો પરવડી વિસ્તારમાં અંબે માતાજીના  મંદિર પાસે પહોંચ્યો હતો. બેન્ડમાં ગીત વાગતા ઘણા બધા લોકો ખુશીથી નાચતા હતા. ત્યારે આતશબાજી કરતા બગીના છતના ભાગ ઉપર અચાનક આગ લાગી હતી. બગીમાં  આગ લાગતા  અંદર બેઠેલ વરરાજા નાના ભૂલકાઓ અને અન્ય લોકો નીચે ઉતરી જતાં મોટી ઘટના બનતી અટકી હતી. જોતજોતામાં બગીના છત પર લાગેલ આગ વધુ પ્રસરી જતા ખુશીના આ પ્રસંગમાં વરરાજાના સગા સંબંધીઓ અને મિત્રોમા અફરાતફરીનો માહોલ સર્જાવા સાથે દોડધામ મચી જવા પામી હતી. જોકે નજીકની દુકાનમાંથી આગ ઓલવા માટેનો ફાયર સિલેન્ડર લાવીને આગ ઓલવી હતી. આ અચાનક લાગેલ આગમાં બગીને નુકશાન થવા સાથે ઘોડાઓનો પણ આબાદ બચાવ થયો હતો.

Advertisement

પંચમહાલ શહેરા રાજુ સોલંકી


Share

Related posts

ભરૂચમાં ક્ષમતા કરતાં વધુ બાળકોથી ભરેલી રીક્ષાઓને કારણે અકસ્માતને ઈજન

ProudOfGujarat

લીંબડી સી.આર.સી ભવન ખાતે આજે સમગ્ર શિક્ષા આઈ.ડી. વિભાગ ગાંધીનગર અર્તગત દિવ્યાંગ એસેસમેન્ટ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર કૃષ્ણ નગર માં ભાડા ના મકાન માં રહેતા 40 વર્ષીય યુવાને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!